નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને ચાર લાખથી વધુ પાણી છોડશે

by JAYENDRA UPADHYAY
0 comments
ભરૂચ: નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે. જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર જિલ્લા કલેકટરે પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ભરૂચમાં નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થરાંતર કરવા તંત્રને અપીલ કરવામાં આવી છે. માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. નર્મદા ડેમમાંથી 4,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.નર્મદા નદીમાં જળસ્થળ વધવાની શકયતાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133 મીટર પાર થઈ છે.

You may also like

Leave a Comment