પત્નીને માર મારનાર વ્યકિતનું સગા દીકરા અને ભાણેજે સાથે મળી પ્લાન ઘડી ચપ્પુના ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું

by JAYENDRA UPADHYAY
0 comments

ઘર કંકાસમાં વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. સુરત જિલ્લામાં પત્નીને માર મારનાર વ્યકિતનું સગા દીકરા અને ભાણેજ એ સાથે મળી પ્લાન ઘડી ચપ્પુના ઘા ઝીંકી કાસલ કાઢી નાખ્યું હતું. સુરત જિલ્લા પોલીસે 70 જેટલા CCTV કેમેરા ચેક કરી ગણતરીની કલાકો જ બન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા અને તપાસ હાથ ધરી હતી.ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 22 જુલાઈના રોજ એક હત્યાનો ગુનો નોંધાયો હતો. મહારાષ્ટ્રના કવીલવહાલ હુંબરી ઘનગરવાડીના રહેવાસી સંતોષ રામા કોકરે (46) સુરતથી રિક્ષામાં તેમના ભાણેજના ઘરે જઈ રહ્યા હતા. સવારે 6:30થી 7:30 વાગ્યા દરમિયાન સોસક ગામની સીમમાં આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા પર તેમની હત્યા કરવામાં આવી. હત્યા કરી હત્યાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સુરત જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી.ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવે એલસીબી અને એસઓજી સાથે મળી આરોપીઓના કોલર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અલગ અલગ 70 સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવતા આરોપીઓનું પગેરુ પોલીસને મળ્યું હતું. જેમાં ઓટો રિક્ષાના ચાલક ધનાજી રામચંદ્ર મથ્થુ ખરાત (24) અને એક કિશોર પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે આ બન્ને ઝડપી ઓલપાડ પોલીસ મથક ખાતે લાવી હતી. જેમાં શરૂઆતમાં બન્ને એ હત્યાની ઘટનાનો ઇનકાર કર્યો હતો, બાદમાં પોલીસે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરતા બન્ને પોપટની જેમ બોલવા લાગ્યા હતા.એક હત્યારો સગીર જે મૃતકનો દીકરો અને બીજો ધનાજી રામચંદ્ર મથ્થુ ખરાત ભાણેજ થાય છે. બન્ને હત્યારાઓએ જણાવ્યું હતું કે, મૃતક સંતોષ તેમની પત્નીને માર મારતા હતા. આ કારણે તેમની પત્ની સુરત તેના પુત્ર પાસે રહેવા આવી હતી. મૃતક વતનથી પુત્રને ફોન કરી ધમકીઓ આપતો હતો. જેને પગલે પુત્ર અને આરોપી ધનાજી ખરાતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.અરજીને પગલે મૃતક સુરતના ચોક બજાર પોલીસ મથકમાં નિવેદન આપવા આવ્યા, ત્યારે પુત્ર અને ધનાજીએ તેમને મારી નાખવાનું કાવતરું રચી તમામ તૈયારીઓ કરી દીધી હતી. બાદમાં ઓલપાડના ઓરમા ગામ તરફ લઈ જઈ રેમ્બો છરા વડે ગળા અને જમણા હાથ પર ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. આ સગા દીકરા એ જ ભાણેજ સાથે મળી પોતાના બાપની હત્યા કરી લોહીથી હાથ રંગ્યા હતા.

You may also like

Leave a Comment