ગોમતીપુરના ભગતસિંહ હોલ પાસે સર્કલ પર ફુવારો કેટલાક વર્ષોથી જર્જરીત અવસ્થામાં છે. રીનોવેશન કરવાની કામગીરી 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી પરંતુ હજી સુધી કામ પૂર્ણ થયું નથી. સ્થાનિકો દ્વારા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે, તેમજ જલ્દીથી કામગીરી પૂર્ણ કરવા માટે પણ માંગ ઉઠી છે. શું કારણ છે કે આ સર્કલ નું કામ પૂરું થતું નથી? અને કેમ આ સર્કલ ફેમસ છે જુઓ અહેવાલ.રણધીકપુરમાં મારી એક દુકાન છે હું દરરોજ આ સર્કલ પાસેથી નીકળું છું. આ સર્કલને ગોમતીપુર ફુવારા સર્કલના નામે ઓળખવામાં આવે છે, પરંતુ આજ સુધી અમે આ સર્કલમાંથી પાણી નીકળતા જોયું જ નથી. છેલ્લા બે વર્ષથી આ ફુવારોનું કામ ચાલુ છે, પરંતુ હજી સુધી એનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નહીં. ઘણી જગ્યાઓ કરી ડેવલપમેન્ટનું કામ થાય છે અને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગોમતીપુર વિસ્તારમાં કોઈ કામ કરવામાં આવતું નથી. એટલે અમારી માંગ છે કે આ સર્કલ અને ફુવારોનું કામ ફટાફટ પહોળો કરવામાં આવે તકે લોકો આવી નજરાનો જોઈ શકે.આ સર્કલની સામે જ મારી દુકાન છે. છેલ્લા 15 વર્ષથી આ ફુવારો વારંવાર રિપેર થાય છે, પરંતુ હજુ સુધી એ ફુવારો ચાલુ નથી થયો અને 15 વર્ષથી આ ફુવારામાંથી પાણી નીકળતા અમે જોયું નથી. સર્કલ બનાવવામાં આવી ગયું છે, પરંતુ ફુવારો ચાલુ કરવામાં આવ્યો નથી આનું કામ લટકતું જ રહ્યું છે. આ ફુવારો લગભગ 30 વર્ષ જૂનો છે. ગોમતીપુર વિસ્તારમાં આ ખૂબ જ ફેમસ ફુવારો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ ચાલુ જ નથી.ગોમતીપુર વોર્ડની અંદર વીર ભગતસિંહ હોલના સર્કલ પાસે વર્ષો જુનો એક ફુવારો બંધ હોલતમાં છે. ડેવલપમેન્ટના નામે છેલ્લા ત્રણેક વર્ષથી કોન્ટ્રાક્ટર શંકુતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જેને પાંચ લાખમાં કામ આપવામાં આવ્યું છે એને ત્રણ વર્ષનો સમયગાળો અને ફુવારા માટે જનરલ બજેટ આપવામાં આવ્યું હતું પણ દુઃખ સાથે કહેવું પડે કે અને લાગે છે કે આ કોંગ્રેસનો વિસ્તાર છે અહીંના કાઉન્સલરો કોંગ્રેસ પાર્ટીના છે એના માટે મંદ ગતિથી આ કામ થઈ રહ્યું છે. હજી સુધી ગોમતીપુરની પ્રજા ફુવારા જોવા માટે તરસી રહી છે.
26
previous post

