તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી

by JAYENDRA UPADHYAY
0 comments

આપે સંભાળ્યું હશે કે શાળામાં શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડાની ઘટ, પરંતુ શાળામાં વિધાર્થીઓની ઘટ કદાચ ન સંભાળ્યું હોય, બાળકોની ઘટને પગલે એટલેકે શાળામાં એક પણ બાળક ન હોવાના કારણે આજે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષણ અધિકારી એ આપેલ સૂચના અનુસાર તત્કાલિક અલગટ ગામની પ્રાથમિક શાળા એ તાળાં મારી બંધ કરવામાં આવી હતી.ગતરોજ સુધી શાળામાં બે શિક્ષકો હોય પણ વિધાર્થીઓ નહીં હોવાના કારણે ઉપરથી મળેલ આદેશ અનુસાર શાળા બંધ કરવામાં આવી હોવાનું મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે, બીજી તરફ અલગટ ગામના ગ્રામજનોએ શાળા બંધ નહીં કરવા અને શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ધીમેધીમે કરીને ગામની મુખ્ય શાળામાં પ્રવેશ લઈ લેતા શાળામાં વિધાર્થીઓ જ નહીં રહેતા શાળા બંધ કરવાની ફરજ પડી છે. આ શાળામાં પહેલાંથી સંખ્યા ઓછી હોવાની વાત શાળા શિક્ષક વાત કરી રહ્યા છે, ત્યારે આજે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા શુન્ય થઈ જતા આજે શાળા બંધ થઇ ગઈ છે.અલગટ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મહેશ ચૌધરીએ શાળામાં તાળુ મારવા મુદ્દે જણાવ્યું હતું કે, આ શાળા ધોરણ 1 થી 5ની શાળા છે. પ્રથમ સત્ર થી શાળાની સંખ્યા બે હતી પરંતુ કૌટુંબિક એટલે કે ભાઈ બહેન રીતિથી જે બાળકો જે પહેલા ધોરણમાં હતા તે બાળકો ધોરણ 5માં પાસ થયેલા વિધાર્થીઓ સાથે પોતાનું સર્ટિફિકેટ લઈ ગયેલ છે. જેથી શાળાની રજીસ્ટર સંખ્યા હાલ શૂન્ય છે. તો આજ રોજ જિલ્લા કક્ષાએથી અને તાલુકા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાત થઈ છે કે, શાળા મર્ચનો ઓર્ડર તેમના હાથ પર છે. તેથી અમને જણાવવામાં આવે છે કે, અલગટ ગામની મુખ્ય બુન્યાદી શાળા જે છે ત્યાં હાજર રહેવા જણાવેલ છે. વધુમાં વિધાર્થી ઓછા થવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થી ઓછા થવાનું કારણ એ છે કે 3 થી 5 વર્ષના બાળકોનો સર્વે કરતા બાળકો મળતા નથી અને બાળકો હોય છે તેમના વાલી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દે છે જેના કારણે સંખ્યા થતી નથી.બીજી તરફ અલગટ ગામના જવાહર ફળિયામાં રહેતા અને તેજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, હાલ તો અલગટ ગામના બાળકો બીજી સરકારી સ્કૂલ માં જઈ રહ્યા છે કારણ કે ગાડી તેમને લેવા મુકવા માટે આવે છે, પરંતુ જે દિવસે આ ગાડીઓ બંધ થશે ત્યારે અહીંના બાળકો ક્યાં જશે અને આખો દિવસ મજૂરી કરતા લોકોના બાળકો દૂર સુધી કઈ રીતે અભ્યાસ કરવા પહોંચશે. જેના માટે અહીં સંખ્યા વધારવી જોઈએ અને જરૂર પડે ત્યારે આ શાળાને ફરી ચાલુ કરવામાં આવે.

You may also like

Leave a Comment