નવસારીના ખેડૂતોને નૈસર્ગિક ખેતી માટે મળ્યું ટેક્નોલોજીનો સહારો

by JAYENDRA UPADHYAY
0 comments

રાસાયણિક ખેતીના બદલે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લાના ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમને પોતાના પાક માટે યોગ્ય બજાર મળે એ માટે ” નૈસર્ગિક નવસારી ” મોબાઈલ એપ્લિકેશન. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ “નૈસર્ગિક નવસારી” મોબાઈલ એપ્લિકેશનથી હવે સીધા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો સંપર્ક શક્ય બન્યો છે.નવસારી જિલ્લાના ખેડૂતો હવે રાસાયણિક ખેતીને અલવિદા કહી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. હવે પ્રાકૃતિક પાકોને ખરીદવા માટે ગ્રાહકો પણ અત્યંત ઉત્સાહિત છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ “ નૈસર્ગિક નવસારી ” મોબાઈલ એપ્લિકેશનથી હવે સીધા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો સંપર્ક શક્ય બન્યો છે. આ એપ્લિકેશનમાં 3000થી વધુ પ્રાકૃતિક ખેડૂતોનો ડેટાબેઝ જોડવામાં આવ્યો છે. તેમાં ખેડૂતનું નામ, સરનામું, કયો પાક છે, કેટલો ઉપલબ્ધ છે, અને કેટલા દિવસ માટે ઉપલબ્ધ રહેશે એવી વિગત આપવામાં આવી છે. ખેડૂતોનો મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ છે. જેથી ગ્રાહક સીધો તેમને સંપર્ક કરી ખરીદી કરી શકે છે.અહીંથી શાકભાજી, ફળ, અનાજ, કઠોળ અને મૂલ્યવર્ધિત ખાદ્ય પદાર્થો હાથવગા ભાવમાં ઘરે બેઠાં મળી શકે છે. ખાસ વાત એ છે કે, ગ્રાહક પોતાના નજીકના ખેડૂતો શોધી શકે છે. અ જરૂર પડે તો સીધા ખેતરમાં જઈ ખરીદી પણ કરી શકે છે.નૈસર્ગિક નવસારી એપ્લિકેશનને લઈને ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત પોતાનો માર્ગ સીધો વેચી શકશે અને ગ્રાહક ખેડૂતના ખેતર સુધી આવી યોગ્ય ચકાસણી કરીને શાકભાજીની ખરીદી કરી શકશે. જેથી ગ્રાહકને પણ યોગ્ય માલ મળે તથા ખેડૂતોને પણ તેના યોગ્ય ભાવ મળશે જેથી આ એપ્લિકેશન ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ છે. આ નવી પહેલથી ઘરગૃહિણીઓને પણ ખુબ આનંદ થયો છે. કેમ કે હવે તાજી અને શુદ્ધ શાકભાજી સીધી ખેતરમાંથી તેમના ઘરે પહોંચે છે.ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ, આ ઉપક્રમે ખેડૂતોને યોગ્ય ભાવ અને નિયમિત વેચાણ મળતું થઇ શકે છે. રાજ્ય બહારના બજારમાં પણ તેમના ઉત્પાદનો પહોંચાડી શકાય છે. ” નૈસર્ગિક નવસારી ” એપ દ્વારા હવે ઘન જીવામૃત જેવી પ્રાકૃતિક ખેતીની જરૂરિયાતો પણ ખેડૂત સુધી સરળતાથી પહોંચી શકે છે. જે તેમની ખેતીની ગુણવત્તા વધારશે. પ્રાકૃતિક ખેતી માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. “ નૈસર્ગિક નવસારી ” જેવી પહેલથી ખેડૂતોની આવક પણ વધશે અને ગ્રાહકોને પણ આરોગ્યપ્રદ ખોરાક મળશે.

You may also like

Leave a Comment