વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દાહોદ ખાતે 20 હજાર કરોડ ઉપરાંતના ખર્ચે દેશના હાઈસ્પીડ 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન યુનિટનું ખાતમુહૂર્ત કર્યું હતું, જે બાદ સરકાર દ્વારા જર્મનની સિમેન્સ કંપની સાથે MoU કર્યા બાદ દાહોદ ખાતે સિમેન્સ કંપનીએ કારખાનાનું કામ શરૂ કર્યું હતું. લોકાર્પણ તાજેતરમાં જ કર્યું છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી મળશે તેવી જાહેરાત કરાતા સ્થાનિક લોકોમાં એક આશા બંધાઈ હતી. પરંતુ કારખાનાનું કામ શરૂ થયું અને રેલ્વે એન્જિનના ઉત્પાદન કરવાની શરૂઆત થયા બાદ પણ ભરતી ન કરાતા છેલ્લા એક વર્ષથી સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો અને બેરોજગારો દ્વારા રોજગાર લડત સમિતિની રચના કરી હતી અને સિમેન્સ કંપનીમાં સ્થાનિક યુવાઓને નોકરી માટે અનેક વખત રજૂઆત પણ કરી હતી.સ્થાનિક આગેવાનના જણાવ્યા અનુસાર, રોજગાર લડત સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગારોને પોતાના બાયોડેટા સાથે ઇલેક્ટ્રિક લોકોમોટીવ એન્જિન ઉત્પાદન યુનિટ ખાતે એકઠા થવાનો મેસેજ પસાર કરતા હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા અને કંપનીના કર્મચારીઓ દ્વારા તમામના બાયોડેટા સ્વીકાર કરી જરૂરિયાત પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે. પરંતુ સ્થાનિક લોકોને રોજગાર નહીં મળે તો આગામી સમયમાં પણ આંદોલન કરીશું.જ્યારે રેલ્વે વિભાગના રતલામ મંડળના PRO ખેમરાજ મીણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, રેલ્વે વિભાગે સીમેન્સ કંપની સાથે એમઓયુ કરી તમામ જવાબદારી કંપનીને સોંપવામાં આવી છે. જેથી નિમણૂક કે અન્ય તમામ કામગીરી કંપની જ કરે છે.કારખાના ઉપર બેરોજગારોનો જમાવડો થતા દોડધામ મચી ગઈ હતી. જેને પગલે RPF, GRP તેમજ દાહોદ બી ડિવિઝન પોલીસ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સમજાવટ બાદ બાયોડેટા સ્વીકારી ટોળું વિખેરવામાં આવ્યું હતું.જ્યારે કારખાના ઉપર આવેલા ઉમેદવારનું કહેવું છે કે, અમે અહીંના જ સ્થાનિક છીએ. ડિગ્રીઓ લઈને નોકરી માટે કેટલાય સ્થળે ધક્કા ખાઈએ છીએ. અહીં કારખાનામાં બહારના લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યા છે. ત્યારે અમને સ્થાનિકોને અગ્રીમતા આપી નોકરી આપવી જોઈએ.
35
previous post

