પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મૃત્યુ

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી ગુમ હતા. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ભાવનગરના 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું. જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયું હતું, જ્યારે તેમના પત્ની સહીસલામત મળી આવ્યા હતા. પિતા-પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેષભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. ગુજરાતીઓને સહી સલામત લાવવામાં આવશે.

You may also like

Leave a Comment