અકસ્માત જોવા ઉભેલા ટોળાને ટ્રકે કચડી નાંખ્યા, કોડીનાર-સૂત્રાપાડા હાઈવે રસ્તા પર જ લોહીની નદીઓ વહી

by JAYENDRA UPADHYAY
0 comments

ગીર સોમનાથ
ગીર સોમનાથના કોડીનાર-સુત્રાપાડા રોડ પર તથ્યકાંડ જેવો બનાવ બન્યો છે. અકસ્માત જોવા ઉભેલા ટોળા પર ટ્રક પલ્ટી જતા બે લોકોના મોત નિપજ્યા છે. ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માત જોવા ટોળું ઉભું હતું. એ જ સમયે ટ્રક પસાર થતા અચાનક પલ્ટી ખાઈ જતા બનાવ બન્યો હતો. કોડીનાર સુત્રાપાડા હાઇવે પર પહેલા અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતું આ અકસ્માત જોવા ઉભેલા લોકોને કાળ ભરખી ગયો હતો. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક અચાનક પલટી ગઈ હતી. જેથી અકસ્માત જોવા ઊભેલા લોકો પર ટ્રક ફરી વળતા બીજો અકસ્માત સર્જાયો હતો. કોડીનાર સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ નજીક ઊભેલા લોકોના ટોળા પર ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે.

 

અકસ્માતે 7 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. સુભાષભાઈ પરમાર અને બાલુભાઈ કાળોતરાના ઘટના સ્થળે મોત થયા છે. તમામ ઈજાગ્રસ્તને કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી હતી.

You may also like

Leave a Comment