દેશી દારૂનાં અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ

by JAYENDRA UPADHYAY
0 comments

રાજકોટ શહેરનાં કુબલીયાપરા સહિત કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અચાનક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હોય તેમ 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા કુબલીયાપરા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન જુદી-જુદી 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 જેટલા ગુનાઓ નોંધાયા હતા અને તેલના ડબ્બામાં ભરેલા 6,600 લીટર આથા સહિત કુલ 7,300 લીટર જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જોકે દેશી દારૂના આ બધા હાટડાઓ ફરી ધમધમતા ન થાય તો પોલીસની કાર્યવાહી સાર્થક ગણાશે.મળતી માહિતી અનુસાર થોરાળા PI ઝણકાત, બી ડીવીઝન PI બારોટ, આજી ડેમ PI ચાવડા, કુવાડવા PI અકબરી, એરપોર્ટ PI ગામીત અને ભક્તિનગર PI સરવૈયા અને તેમની ટીમો દ્વારા કુબલિયાપરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મહિલા સોલંકીને 20 લીટર દારૂ સહિત 960ના મુદામાલ સાથે, પરમારને 20 લીટર દારૂ સહિત 1,260ના મુદામાલ સાથે તેમજ ઉધરેજાને 10 લીટર દારૂ સહીત 520ના મુદામાલ સાથે, હરેશ રસિકભાઈ સોલંકીને 160 લીટર દેશીદારૂ સહીત 5,600ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

You may also like

Leave a Comment