નવાખલમાં તાંત્રિક ભુવાઓ દ્વારા 5 વર્ષની તુલસીનો બલિ ચડાવાની ઘટના સામે આવી છે. મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી ત્યારે, સંતાનપ્રાપ્તિ માટે કાકાના મિત્રએ બાળકીની અપહરણ કરી હત્યા કરીને સિંઘરોટ નદીમાં ફેંકી દેવામાં આવી હતી. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં 5 વર્ષીય તુલસી સોલંકી નામની બાળકીનું અપહરણ અને હત્યાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. નવાખલ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ ઘેર પાછી ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યાંય મળી ન આવી.આમ મોડે સુધી ઘરે પરત ન આવતાં ગામમાં શોધ ખોળ કરવામાં આવી હતી. પરતું ક્યાંય તેનો પતો ન લાગતા પરિવારે આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી પૂછપરછ કરતા પોલીસે શકમંદને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાળકીને કાકાના મિત્રે ભુવાના કહેવાથી બલિ ચડાવી હતી, અને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે NDRF ટીમની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે.પરિવારજનોની શોધખોળ અને પોલીસ ફરિયાદ બાદ શંકાસ્પદ શખસની કબુલાત તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર શંકાની સોય ગઈ હતી. પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબુલાત કરી કે, તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું.અજય પઢિયારે બાળકી તુલસીનું બાઈક પર અપહરણ કરીને ઉમેટા લઈ ગયો હતો. ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી.આરોપી અજયની કબુલાત બાદ પોલીસે NDRFની ટીમને સાથે રાખી તુલસીની લાશ શોધવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. સમગ્ર નવાખલના આસપાસ વિસ્તારમાં શોક અને આક્રોશ સાથે લોકોમાં રોષ ફેલાયો છે. નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટના માનવતાને શરમાવે છે.પોલીસે અજય પઢિયાર વિરુદ્ધ કડક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તાંત્રિક વિધિમાં સામેલ અન્ય લોકોની પણ તપાસ હાથ ધરી છે.21 ઓગસ્ટ 2024માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે. તેમજ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ સન્માનીય છે.આ કાયદાની જોગવાઇના ભંગ બદલ સજાની જોગવાઇ કલમ-3માં કરી છે. આ કાયદાની જોગવાઇના ભંગ બદલ 6 માસથી લઇને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5 હજારથી લઇને 50 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે.આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.
41
previous post

