29
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષકે શારીરિક અડપલા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલાની હકિકત એવી છે કે, કરજણ તાલુકાના એક ગામમાં પ્રાથમિક (સરકારી) શાળા આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે જાય છે. ત્યારે આ જ શાળામાં ભણતી એક વિદ્યાર્થિની એ શાળાના જ શિક્ષક સામે શારીરિક અડપલા કર્યા હોવાના આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રીતેશ નામના શિક્ષક સામે ગંભીર પ્રકારના આરોપ લાગતા જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી. પ
માસૂમ વિદ્યાર્થિનીઓની આબરૂ સાથે ખિલવાડ કરનાર લંપટ શિક્ષક પ્રીતેસે માફી પત્ર લખી આપ્યો હતો. જેમાં તેણે એક બે નહીં પરંતુ ચાર બાળકીઓ સાથે અડપલા કર્યાની કબૂલાત કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. માફીપત્રમાં આગાઉ ત્રણ સહિત અન્ય એક વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હોવાની હકીકત સામે આવી હતી. જોકે સમગ્ર મામલે પોતાની દીકરીઓ અને ગામની આબરૂ બચાવવા વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ શાળાના આચાર્યા પણ એક મહિલા હોવા છતાં શિક્ષકની કારતૂત પર તેમને મૌન સેવ્યું હતું. જોકે સમગ્ર મામલે કરજણ કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કરજણ તાલુકામાં બનેલી જઘન્ય ઘટના બિલકુલ નહીં ચલાવી લેવાય. વાલીઓ શરમ અથવા ડરના માર્યા પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે લંપટ શિક્ષક સામે સરકાર જાતે ફરિયાદ કરે તે અનિવાર્ય છે. તો બીજી તરફ છેલ્લા 48 કલાકથી મૌન સેવી બેઠેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા પોતાનું મૌન તોડ્યું હતું. પોતાની જવાબદારીમાંથી છટકવા માટે બેજવાબદારી ભર્યું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા નનામી અરજી આવી હતી. જેની તપાસ મહિલા અધિકારી ટીપીઓ ચેતનાબેનને સોંપવામાં આવી હતી. ગઈકાલે શિક્ષકનું માફીનામું લીધું હોવાનું બહાર આવતા આજે ટીમો તપાસ માટે મોકલવામાં આવી છે. સ્થળ પર જઈ તપાસ કરવામાં આવશે દોષિત શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સાથે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી પણ તપાસમાં જોતરાઇ છે. આજે ચાઇલ્ડ વેલ્ફર કમિટી પણ તપાસમાં પહોંચી હતી. કથિત શિક્ષક તેમજ માફીનામું લખાવનાર જો કોઈ કર્મચારી કે અન્ય દોષિત હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. અત્રે એ જણાવવું જરૂરી છે કે, આ ઘટના ખૂબ ગંભીર છે.

