સુપ્રીમ કોર્ટ હવે એ વાતની સમીક્ષા કરશે કે શું પત્ની પોતાના પતિ પર બળાત્કારનો કેસ કરી શકે છે. એટલે કે શું પતિને પોતાની પત્ની પર બળજબરી કરવાનો અધિકાર છે? હાલના કાયદા મુજબ પત્ની પોતાના પતિ પર બળાત્કારનો કેસ કરી શકતી નથી. પુરુષને પોતાની મરજીથી પત્ની સાથે સંબંધ રાખવાનો અધિકાર છે. વૈવાહિક બળાત્કાર એટલે કે લગ્ન જીવનમાં બળજબરીથી સેક્સ કરવું એ ગુનો માનવામાં આવતો નથી. તેને ગુનાની શ્રેણીમાં લાવવા માટે અનેક મહિલા સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે
હાલના વૈવાહિક સંબંધિત જે કાયદા છે તેમાં પતિ તેની પત્ની સાથે ઈચ્છા વિરૃદ્ધ સેક્સ કરે તો તે રેપ ગણાતો નથી પરંતુ હવે આ કાયદાની સમિક્ષા કરવા સુપ્રીમ તૈયાર થઈ છે.