ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ હતી. દલિત સમાજ પર કોમેન્ટ કરવા બદલ તેની સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારપછી તેની 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી
મુનમુન દત્તા વિરુદ્ધ 13 મે 2021ના રોજ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુનમુન કેસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ આ અરજીને ફગાવી દીધી.મુનમુને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક એક વિડીયો YouTube પર શેર કર્યો હતો. આ પછી હાંસીમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો