રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટાવડા ગામ ખાતે ખેતરમાં ગઇકાલે બપોરના સમયે ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જો કે આ સમયે ખેતર માં કોઈ હાજર ન હતું બાદ માં ખેતર માલિકને ઘટના ની જાણ થતા તેઓ તાત્કાલિક ખેતર ખાતે દોડી આવ્યા હતા અને ટ્રેકટર તેમજ ખેતરમાં રહેલ એરંડા નો પાક બળીને ખાખ થતો જોઇ ખેડૂત ના પગ નીચે થી ધરતી ખસ. જાય તેવી સ્થિતિ સર્જાય હતી બાદમાં પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પંચનામું કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. ખેતર માલિકે જણાવ્યું હતું કે, ગઇકાલે અમે બપોરના સમયે જમવા ગયા હતા અને પછી આ સમયે પાછળ થી અજાણ્યા શખ્સોએ આવી ટ્રેકટર તેમજ એરંડામાં આગ ચાંપી હોય તેવું લાગી રહ્યું છે. અમે ખેતર ખાતે રૂબરૂ આવી જોતા ટ્રેકટર અને 300 મણ જેટલો એરંડા નો પાક સળગી રહ્યો હતો. આ સમયે લાઇટ પણ હતી નહિ તો પાણી નો મારો પણ ચલાવી શક્યા ન હતા. આગ ને કાબુમાં લઇ ન શકતા આજે પણ ટ્રેકટર માં અને ખેતરમાં સળગી રહેલ એરંડામાં આગ બીજા દિવસે પણ જલતી નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂતને રૂ.12થી 15 લાખનું નુકસાન થયું હોવાનો સામે આવ્યું છે. ટ્રેકટર અને ખેતરમાં આગ લાગવાથી 300 મણ જેટલો એરંડા નો પાક સળગી જતા ખેડૂતને લખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 300 મણ એરંડા ઉત્પાદન માટે ખેડૂતે રાત દિવસ મહેનત કરી પાક ઉછેર કર્યો હોય છે અચાનક આ ઘટના થી ખેડૂતના પગ નીચે થી ધરા ધ્રુજી જવા પામી હતી.