બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય અને એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભચાઉ ખાતે વેરાઇ ગેસ્ટ હાઉસ પાસે આવેલ સ્વસ્તિક નગ૨માં આરોપીઓ પોતાના બ્જાની આઈશર તથા મહેન્દ્રા કંપની ની માંજો ગાડીઓની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે રાખેલ જે હકીકત આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ભચાઉ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનુ નામ:
(૧) રવીન્દ્રકુમાર ઉર્ફે રવિ નટરવભાઈ પટેલ ઉ.વ.૨૯ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી
(૨) કુલદીપદાન ભરતદાન ગઢવી ઉ.વ.૨૨ ૨હે.માન સરવોવર સ્કુલની બાજુમા, તા.ભચાઉ
હાજર ન મળી આવેલ આરોપીઓના નામ:
(૧) વિજય જયંતિભાઈ પટેલ રહે.જુનાદેવાળીયા તા.હળવદ જી.મોરબી
(૨) આશિષ દીલીપભાઇ જોષી રહે.જુનાદેવાળીયા તા.હળવદ જી.મોરબી
(3) વિદેશી દારૂ મંગાવનાર
મુદ્દામાલ :
વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલો નંગ – ૧૧૪૦ કિ.રૂ.૪,૪૯,૮૨૦/
બીયર ટીન નંગ-૨૧૬કિ.રૂ.૨૧,૬૦0/
કુલે રૂ.૪,૭૧,૪૨૦/- નો પ્રોહી.મુદ્દામાલ
આઈશર વાહન નં GJ-07-YZ-4708
મહેન્દ્રા કંપની માંજો કાર નં.GJ-36-L-9262
કુલે કિ.રૂ.૧૭,૮૭,૭૪૦/
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.