કોકરાઝારની કોર્ટે ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે તેની જામીન અરજી પર આજે સુનાવણી થશે. આસામ પોલીસે આ અંગે રવિવારે આ જાણકારી આપી હતી.
દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી.
મેવાણી સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Advertisement