સુપ્રીમ કોર્ટના વકીલોને સોમવારે ફરી એક વખત અજાણ્યા નંબર પરથી એક ઓટોમેટેડ કોલ (સ્વચાલિત કોલ) આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના કેટલાક એડવોકેટ ઓન રેકોર્ડ (એઓર)ને કરવામાં આવેલા આ કોલમાં કોલરે પોતે ઈન્ડિયન મુજાહિદિનનો સદસ્ય હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટ એટલી જ જવાબદાર છે જેટલી મોદી સરકાર છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના વકીલોને અગાઉ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા.
Advertisement