શહેરના દાણીલીમડામાં રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009 માં થયા હતા. લગ્નના 13 વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં બીજી સ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતાં મહિલાએ પતિને તે બાબતે પૂછતાં તેણે હવે કોઈ સાથે બહાર સબંધ નહિ રાખે તેમ કહી માફી માંગી રહેવા લાગ્યો હતો.
લગ્નના પાંચ વર્ષ બાદ જ કોઈ સાથે અફેર હોવાનું મહિલાએ પૂછતાં પતિએ આ વાતનો ઇન્કાર કરી નાંખ્યો હતો. પણ ત્રણેક માસ પહેલા ફરી કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ મહિલાને થઈ હતી. આવા અફેર ન રાખવાનું કહેતા પતિએ બોલાચાલી કરી પત્નીને માર માર્યો હતો.
આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Advertisement