કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની હડતાલ ચાલી રહી છે ત્યારે આ હડતાલના કારણે પીજીવીસીએલની કામગીરી પર મોટી અસર થયેલ છે તેવામાં હવે આ હડતાલને તોડવા માટે પીજીવીસીએલ દ્વારા મરણીયા પ્રયાસો

કચ્છ

2018-06-26 18:09:15

પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની હડતાલના અનુસંધાને કચ્છના અંજાર સર્કલમાં કામ કરતા કોન્ટ્રાકટરોને કામ ચાલુ કરવા માટેની નોટીસો મોકલવામાં આવી હતી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની હડતાલ ચાલી રહી છે ત્યારે આ હડતાલના કારણે પીજીવીસીએલની કામગીરી પર મોટી અસર થયેલ છે તેવામાં હવે આ હડતાલને તોડવા માટે પીજીવીસીએલ દ્વારા મરણીયા પ્રયાસો કરાઇ રહ્યા છે. પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની હડતાલના અનુસંધાને કચ્છના અંજાર સર્કલમાં કામ કરતા કોન્ટ્રાકટરોને કામ ચાલુ કરવા માટેની નોટીસો મોકલવામાં આવી હતી. આ તમામ નોટીસોનો કોન્ટ્રાકટરો દ્વારા વિરોધ કરાયો હતો અને આજે પીજીવીસીએલની સર્કલ કચેરી ખાતે આ તમામ નોટીસોને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહેલ છે જેમાં નવતર પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી ગાંધીગીરી પણ કરવામાં આવી રહી છે. કોન્ટ્રાકટરોએ સર્કલ કચેરીના ગ્રાઉન્ડમાં પોતાના વિરોધ પ્રદર્શન દરમ્યાન વૃક્ષારોપણ કરીને ગાંધીગીરી કરી હતી. જ્યાં સુધી પીજીવીસીએલ ભાવવધારો નહીં આપે ત્યાં સુધી આ જ પ્રકારનો વિરોધ ચાલુ જ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.