કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં ગઇકાલે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર નહી કરવાનો નિર્ણય કરાયો

કચ્છ

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં ગઇકાલે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર નહી કરવાનો નિર્ણય કરાયો

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં ગઇકાલે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર નહી કરવાનો નિર્ણય કરાયો

2018-06-20 12:53:53

અત્યાર સુધી યુનિવર્સિટીના કુલપતિએ સેમેસ્ટર સિસ્ટમ દૂર થશે તેવી જાહેરાતો કર્યા બાદ અચાનક બોર્ડની બેઠક પહેલા જ સેમેસ્ટર સિસ્ટમ દૂર ન કરવાનો નિર્ણય કરી દેવાયો હતો. બેઠકમાં માત્ર આ નિર્ણય જાણ માટે રજૂ કરવામાં આવ્યો હતો

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં ગઇકાલે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર નહી કરવાનો નિર્ણય કરાયો હતો. અત્યાર સુધી યુનિવર્સિટીના કુલપતિએ સેમેસ્ટર સિસ્ટમ દૂર થશે તેવી જાહેરાતો કર્યા બાદ અચાનક બોર્ડની બેઠક પહેલા જ સેમેસ્ટર સિસ્ટમ દૂર ન કરવાનો નિર્ણય કરી દેવાયો હતો. બેઠકમાં માત્ર આ નિર્ણય જાણ માટે રજૂ કરવામાં આવ્યો હતો. આમ, આ વખતે ડિપ્લોમા ઇજનેરીમાંથી સેમેસ્ટર દૂર નહીં થાય તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનું શરૂ થાય તેની સાથે જ પરીક્ષા આપવી પડતી હતી. આ સ્થિતિમાં પહેલા સેમેસ્ટરનું પરિણામ નબળું આવતું હતું.ધો.૧૦ પાસ કરીને આવતાં વિદ્યાર્થીઓ પહેલા સેમેસ્ટરમાં નાપાસ થતાં હતાશ થઇ જતાં હતા. આ સ્થિતિમાં ડ્રોપ આઉટ રેશિયો સતત વધતો જતો હતો. ડિપ્લોમા ઇજનેરી કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની સ્થિતિ નિવારવા માટે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવાની માંગણી કરી હતી. મહત્વની વાત એ કે કુલપતિએ પણ આ માંગણીને સમર્થન આપીને ડિપ્લોમા ઇજનેરીમાંથી સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવાની જાહેરાત કરી દીધી હતી. એક વખત સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવાની જાહેરાત બાદ બીજી વખત માત્ર પહેલા વર્ષમાંથી જ સેમેસ્ટર સિસ્ટમ દૂર થશે તેવી સ્પષ્ટતા કરી હતી. એટલે કે પહેલું વર્ષ વાર્ષિક પધ્ધતિ પ્રમાણે અને બીજા વર્ષમાં સેમેસ્ટર સિસ્ટમ યથાવત રાખવી તેવું નક્કી કરાયું હતું. યુનિવર્સિટીએ કરેલા આ નિર્ણયને બોર્ડની મંજૂરી જરૂરી હોય છે. જેના કારણે ગઇકાલે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં આ મુદ્દો રજૂ કરવાનો હતો. સૂત્રો કહે છે બોર્ડની બેઠકમાં આ મુદ્દો રજૂ થાય તે પહેલા જ કુલપતિએ એવી રજૂઆત કરી હતી કે ડિપ્લોમા ઇજનેરીમાંથી આ વર્ષે સેમેસ્ટર દૂર નહીં કરવાનો નિર્ણય કરાયો છે. સભ્યો કહે છે અગાઉથી જ યુનિવર્સિટીએ નિર્ણય કરી લીધો હોવાથી બેઠકમાં કશું કરવાનું રહેતું નહોતું. આમ, કુલપતિએ વારંવાર જુદી જુદી જાહેરાતો કર્યા બાદ છેવટે ડિપ્લોમાથી સેમેસ્ટર સિસ્ટમ દૂર ન કરવાનો નિર્ણય બોર્ડ સમક્ષ રજૂ કરી દીધો હતો.