કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી

કચ્છ

ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી

ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી

2018-06-20 12:49:35

રાજ્યની ઓળખ સમાન એશિયાટિક સિંહની સંરક્ષણ માટેની વ્યૂહરચના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી

ગુજરાતની ઓળખ સમાન ગીરના સિંહોને રંઝાડવાના વધતાં જતાં બનાવોથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. રાજ્યની ઓળખ સમાન એશિયાટિક સિંહની સંરક્ષણ માટેની વ્યૂહરચના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વન અને પર્યાવરણના રાજ્યપ્રધાનની હાજરીમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંહના સંરક્ષણને માટે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા. સિંહોને રંઝાડનાર ઇસમને સાત વર્ષની સજાની જોગવાઇ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ સમીક્ષા બેઠકમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 109 ચો.કિ.મી. સરકારી માલિકીની પડતર જમીન જંગલ વિસ્તારને સંરક્ષણ અનામત તરીકે જાહેર કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. હાલમાં સિંહનો રહેણાંક વિસ્તાર જૂનાગઢ, જૂનાગઢ ક્ષેત્રિય અને રાજકોટ એમ ત્રણ વર્તુળમાં છે, જેમાં ફેરફાર કરીને સિંહોના રહેઠાણનો તમામ વિસ્તાર વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ હેઠળ આવરી લેવા નિર્ણય કરાયો છે.