કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

21જૂનના રોજ આંત૨રાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન કર્યું હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે

કચ્છ

21જૂનના રોજ આંત૨રાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન કર્યું હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે

21જૂનના રોજ આંત૨રાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન કર્યું હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે

2018-06-20 12:47:59

21મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણીની ગુજરાતમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે

સમગ્ર દુનિયામાં 21 જૂન 2015થી દ૨ વર્ષે નિયમિત રીતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ ૨હી છે, ત્યારે ગુજરાતે અગાઉના 3 વર્ષમાં વિશ્વ કક્ષાએ નોંધ લેવાય. તે રીતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. એ જ રીતે આગામી 21જૂનના રોજ આંત૨રાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન કર્યું હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. 21મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણીની ગુજરાતમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. અમદાવાદમાં રાજય કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી. કોહલી તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રધાનો ઉ૫સ્થિત ૨હેશે. તે ઉપરાંત દિવ્યાંગ બાળકો ભાગ લઈ યોગ નિદર્શન કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.અમદાવાદમાં યોજાના૨ આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અનોખી બનાવવાના આયોજન અંતર્ગત આ ઉજવણીમાં દિવ્યાંગ બાળકો ભાગ લે અને સાયલન્ટ યોગનું નિદર્શન કરે તેવું અનોખું આયોજન જિલ્લા વહીવટીતંત્રએ કર્યું છે. 350 દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનો રેકોર્ડ તોડવા આ આયોજન અંતર્ગત 750થી 1200 જેટલા દિવ્યાંગ બાળકો યોગ ક૨શે, જે સાયલન્ટ યોગ તરીકે ઓળખાશે અને અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાશે.