કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

ભુજ શહેરમાં સુધરાઇના નવા સત્તાધીશોએ સત્તા સંભાળી લીધી છે ત્યારે તેમની સમક્ષ અનેક પડકારો છે. શહેરમાં પાણીની સમસ્યા છે તો અન્ય સમસ્યાઓનો પણ ઢગલો છે પણ સુધરાઇના સત્તાધીશો સામે સૌથી મોટી સમસ્યા શહેરની સફાઇની

કચ્છ

2018-06-19 13:00:37

હાલમાં શહેરમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકીના થર ખડકાયેલા નજરે પડે છે. શહેરમાં જ્યાં જ્યાં કચરાના નિકાલ માટે કચરા પેટી રાખેલ છે તે કચરા પેટીમાં ઠલવાતા કચરાનો યોગ્ય નીકાલ થતો નથી જેના કારણે આવી કચરા પેટીઓ છલકાઇ જાય છે અને તેમાંનો કચરો આસપાસના વિસ્તારમાં ફેલાઇ જાય છે

ભુજ શહેરમાં સુધરાઇના નવા સત્તાધીશોએ સત્તા સંભાળી લીધી છે ત્યારે તેમની સમક્ષ અનેક પડકારો છે. શહેરમાં પાણીની સમસ્યા છે તો અન્ય સમસ્યાઓનો પણ ઢગલો છે પણ સુધરાઇના સત્તાધીશો સામે સૌથી મોટી સમસ્યા શહેરની સફાઇની છે. હાલમાં શહેરમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકીના થર ખડકાયેલા નજરે પડે છે. શહેરમાં જ્યાં જ્યાં કચરાના નિકાલ માટે કચરા પેટી રાખેલ છે તે કચરા પેટીમાં ઠલવાતા કચરાનો યોગ્ય નીકાલ થતો નથી જેના કારણે આવી કચરા પેટીઓ છલકાઇ જાય છે અને તેમાંનો કચરો આસપાસના વિસ્તારમાં ફેલાઇ જાય છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે સાથોસાથ આવા વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ પણ વધી જાય છે.શહેરના અનેક વિસ્તારમાં આ સમસ્યા છે. જેમાં શહેરના મધ્યમાં આવેલ પોશાળ શેરી પાસેના વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર શહેરના મધ્યમાં આવેલ છે જ્યાં ગીચ વસ્તી છે ત્યારે આ વિસ્તારમાં યોગ્ય સફાઇ ન થવાના કારણે કચરાના ઢગલા ખડકાયા છે અને તેના કારણે આ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ ખુબ વધી ગયો છે. આ અંગે સુધરાઇમાં અનેક વખત રજુઆતો પણ કરાઇ છે પરંતુ હજુ સુધી તેનું કોઇ પરિણામ આવેલ નથી જેના કારણે આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.