કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

રાજ્ય સરકારે બે મહિના પૂર્વે તમામ મહાનગરપાલિકાઓ તથા પાલિકાઓમાં નવા બાંધકામના પ્લાન ઓનલાઇન મૂકવા આદેશ કર્યો

કચ્છ

રાજ્ય સરકારે બે મહિના પૂર્વે તમામ મહાનગરપાલિકાઓ તથા પાલિકાઓમાં નવા બાંધકામના પ્લાન ઓનલાઇન મૂકવા આદેશ કર્યો

રાજ્ય સરકારે બે મહિના પૂર્વે તમામ મહાનગરપાલિકાઓ તથા પાલિકાઓમાં નવા બાંધકામના પ્લાન ઓનલાઇન મૂકવા આદેશ કર્યો

2018-06-19 12:50:50

પ્લાન ઓનલાઇન સબમિટ થયા બાદ તેને ઓનલાઇન જ મંજૂરી આપવાના નિર્ણયના પગલે બાંધકામ ઉદ્યોગ ઠપ થઇ ગયો છે

રાજ્ય સરકારે બે મહિના પૂર્વે તમામ મહાનગરપાલિકાઓ તથા પાલિકાઓમાં નવા બાંધકામના પ્લાન ઓનલાઇન મૂકવા આદેશ કર્યો છે. પ્લાન ઓનલાઇન સબમિટ થયા બાદ તેને ઓનલાઇન જ મંજૂરી આપવાના નિર્ણયના પગલે બાંધકામ ઉદ્યોગ ઠપ થઇ ગયો છે. સોફ્ટવેરમાં ટેકનિકલ ક્ષતિના કારણે પ્લાનની સ્ક્રૂટીની થતી નથી એટલે આગળની કાર્યવાહી થતી નથી. માત્ર બંગલા અને વ્યક્તિગત બાંધકામમાં માંડમાંડ રજાચિઠ્ઠી નીકળે છે. આ સ્થિતિના કારણે છેલ્લા બે મહિનાથી એક પણ પ્લાન આખા ગુજરાતમાં પાસ થયો નથી.ગુજરાત સરકારે Rs 350 કરોડના ખર્ચે આ સોફ્ટવેર ખરીદ્યું છે પણ આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ કર્યા વગર જ સીધે સીધુ જ અમલી બનાવી દેતા ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આ સોફ્ટવેરમાં પ્લાન પાસ કરવા માટે 125 જેટલા લેયર છે. જેમાં એન્જિનિયર 125 લેયરમાંથી પસાર થાય તે રીતે પ્લાન તૈયાર કરવા પડે છે. આ સોફ્ટવેરમાં સૌથી મોટી મુશ્કેલી જે પડી રહી છે તેમાં પ્લાન સબમિટ થયા બાદ સોફ્ટવેર પ્લાન ચેક કરી શકતું નથી અને તેના કારણે પ્લાન પાસ કરવાની આગળની કાર્યવાહી થતી નથી.