કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

રાજ્યમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર

કચ્છ

રાજ્યમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર

રાજ્યમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર

2018-06-19 12:48:35

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે

રાજ્યમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબ સાગરમાં અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે આગામી સપ્તાહમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા અપરએર સાઇક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આમ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ગમે ત્યારે દસ્તક દઇ શકે છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.