કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન મીટીંગ રાજકોટ ખાતે રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં ૮૦૦ થી પણ વધારે કોન્ટ્રાક્ટરો એક મંચ ઉપર ભેગા થયા

કચ્છ

2018-06-19 12:44:51

મીટીંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી પીજીવીસીએલ કોઈપણ ભાવ વધારો નહીં કરે ત્યાં સુધી એક પણ કોન્ટ્રાક્ટર પોતાનું કામકાજ ચાલુ કરશે નહીં

તારીખ 18 6 2018 થ્રી ઓલ પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન મીટીંગ રાજકોટ ખાતે રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં ૮૦૦ થી પણ વધારે કોન્ટ્રાક્ટરો એક મંચ ઉપર ભેગા થયા હતા અને સવારથી ચાલેલી મીટીંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી પીજીવીસીએલ કોઈપણ ભાવ વધારો નહીં કરે ત્યાં સુધી એક પણ કોન્ટ્રાક્ટર પોતાનું કામકાજ ચાલુ કરશે નહીં એવું નક્કી થયેલ છે જેના લીધે પીજીવીસીએલની મુશ્કેલીઓ વધી ગઈ છે અને અધિકારીઓ દ્વારા મીટીંગો બોલવાનું ચાલુ કરી દીધું છે જેના સંદર્ભે કોન્ટ્રાક્ટરોએ એક જૂથ રહીને એક જ અવાજ નિર્ણય કરેલ છે કે પહેલા ભાવ વધારો મળશે પછી જ કામ ચાલુ થશે અને આગામી દિવસો માટે એશોશીએશનની કમીટી જે નિર્ણય કરે તે પ્રમાણે આગામી દિવસોની રણનિતિ ઘડવાનું નક્કી કરાયું હતું. કચ્છ સૌરાષ્ટ્ર ઝોન પીજીવીસીએલ કોન્ટ્રાકટર એશોશીએશનના ઇન્ચાર્જ કન્વીનર શ્રી જેસંગજી સોઢાના જણાવ્યા પ્રમાણે આ હડતાલની શરુઆતથી જ કચ્છના તમામ કોન્ટ્રાકટરો તેમાં જોડાયા છે અને પોતાના કામકાજ બંધ રાખેલ છે. હાલમાં કોર્પોરેટ કચેરી દ્વારા હડતાલ તોડી પાડવા માટે ખુબ પ્રયાસો કરાતા હોવાનો આક્ષેપ કરતા શ્રી સોઢાએ જ્યાં સુધી પીજીવીસીએલના ઠેકેદારોની માંગો ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.