કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

માંડવી સુધરાઇના નવા હોદ્દેદારોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરુ કરી દીધી

કચ્છ

માંડવી સુધરાઇના નવા હોદ્દેદારોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરુ કરી દીધી

માંડવી સુધરાઇના નવા હોદ્દેદારોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરુ કરી દીધી

2018-06-19 12:42:52

શહેર સુધરાઇના પ્રમુખ શ્રી મેહુલભાઇ શાહની આગેવાની હેઠળ સુધરાઇ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા

માંડવી સુધરાઇના નવા હોદ્દેદારોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરુ કરી દીધી છે. શહેર સુધરાઇના પ્રમુખ શ્રી મેહુલભાઇ શાહની આગેવાની હેઠળ સુધરાઇ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. શહેરમાં સફાઇ ઝુંબેશ પણ વેગવાન બનાવવામાં આવી છે જેના ભાગરુપે શહેરમાં વધી ગયેલ બાવળની ઝાડીઓના કટીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરના સહજાનંદ નગર, સુંદરવન અને નીલકંઠ નગર વિસ્તારમાં સુધરાઇ દ્વારા ઝાડી કટીંગની કામગીરી શરુ કરવાની સાથે સફાઇ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. આ કામ માટે જેસીબી કામે લગાડાયા હતા અને સફાઇ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં અનેક ખાલી પ્લોટો પડ્યા છે જેમાં બાવળની ઝાડી ઉગી ગયેલ છે. આવા પ્લોટોની સફાઇ કરી તેના માલીકોને પોતાના પ્લોટ સાફ રાખવાની સુચના પણ આપવામાં આવી હતી. આ ઝુંબેશ શહેરના તમામ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે અને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે તેવી જાહેરાત સુધરાઇના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે.