કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના યજમાનપદે આગામી ચોવીસમી જુનના દિવસે માંડવી મધ્યે મળનાર મલ્ટી યુનીટ કોન્ફરન્સને આખરી ઓપ આપવા માટે માંડવીમાં જાયન્ટસ ગ્રુપ અને સાહેલી ગ્રુપની સંયુક્ત બેઠક યોજાઇ

કચ્છ

2018-06-19 12:41:57

માંડવી જાયન્ટસ ગ્રુપના પ્રમુખ શ્રી યોગેશભાઇ ત્રીવેદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી નીષદભાઇ મહેતા અને બે યુનીટ ડાયરેટકરો શ્રી શાંતીલાલ પટેલ અને કલ્પનાબેન જોષીએ ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું

જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના યજમાનપદે આગામી ચોવીસમી જુનના દિવસે માંડવી મધ્યે મળનાર મલ્ટી યુનીટ કોન્ફરન્સને આખરી ઓપ આપવા માટે માંડવીમાં જાયન્ટસ ગ્રુપ અને સાહેલી ગ્રુપની સંયુક્ત બેઠક યોજાઇ હતી. માંડવી જાયન્ટસ ગ્રુપના પ્રમુખ શ્રી યોગેશભાઇ ત્રીવેદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી નીષદભાઇ મહેતા અને બે યુનીટ ડાયરેટકરો શ્રી શાંતીલાલ પટેલ અને કલ્પનાબેન જોષીએ ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું હોવાનું જાયન્ટસ ગ્રુપના ઉપપ્રમુખ શ્રી દીનેશભાઇ શાહે જણાવ્યું હતું. પ્રારંભમાં માંડવી ગ્રુપના પ્રમુખ શ્રી યોગેશભાઇ ત્રીવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે મંત્રી શ્રી યોગેશભાઇ મહેતાએ મલ્ટી યુનીટ કોન્ફરન્સને લગતા અત્યાર સુધી થયેલા કામોની વિગતો આપી હતી. આ બેઠકમાં જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના શ્રી યોગેશભાઇ ત્રીવેદી, દીનેશભાઇ શાહ, યોગેશભાઇ મહેતા, ડો. એસ.બી.મલ્લી, નરેન્દ્ર સુરુ, દિપકભાઇ સોની, વસંતભાઇ ગોસ્વામી, અમીતભાઇ સોની, ભરતભાઇ નિર્મળ, જીતુભાઇ સોની, ડેનીશ ગોગરી, મહેશ જોષી વગેરે હાજર રહ્યા હતા.