કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભુજમાં ડો. આંબેડકર ભવન ખાતે જ્યાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળવાના હતા તે સ્થળ પર આજે ભારતિય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સમરસતા અંગે સંમેલન યોજાયું

કચ્છ

ભુજમાં ડો. આંબેડકર ભવન ખાતે જ્યાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળવાના હતા તે સ્થળ પર આજે ભારતિય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સમરસતા અંગે સંમેલન યોજાયું

ભુજમાં ડો. આંબેડકર ભવન ખાતે જ્યાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળવાના હતા તે સ્થળ પર આજે ભારતિય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સમરસતા અંગે સંમેલન યોજાયું

2018-06-13 13:11:26

આ સ્થળ શ્રી મેવાણીને નહીં ફાળવવાના તંત્રના નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ આ કાર્યક્રમ પહેલા સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા

ભુજમાં ડો. આંબેડકર ભવન ખાતે જ્યાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળવાના હતા તે સ્થળ પર આજે ભારતિય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સમરસતા અંગે સંમેલન યોજાયું હતું. આ સ્થળ શ્રી મેવાણીને નહીં ફાળવવાના તંત્રના નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ આ કાર્યક્રમ પહેલા સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પોલીસ જ નજરે પડતી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય શ્રી રમેશભાઇ મહેશ્વરી, ભુજના માજી નગરપતિ શ્રી અશોકભાઇ હાથી, યુવા ભાજપના પ્રમુખ શ્રી રાહુલભાઇ ગોર, નવીનભાઇ લાલન તથા અન્ય આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા અને સમરસતા અંગે મંથન કર્યું હતું. આજે વડગામના અપક્ષ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી કચ્છ પધાર્યા હતા. તેઓના પ્રવાસની શરુઆત અંજાર તાલુકાના ભીમાસર ગામથી થયેલ હતી જ્યાં થોડા દિવસો પહેલા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકશાન કરી અપમાનીત કરવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઇ તપાસ સુધીની માંગ કરાઇ છે પરંતુ હજુ સુધી આ કેસ પોલીસ ઉકેલી શકી નથી ત્યારે શ્રી મેવાણીએ ગામલોકોને મળી પરિસ્થીતી જાણી હતી અને આ મામલે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. ત્યાર બાદ શ્રી મેવાણી ભુજ પહોંચ્યા હતા તેમણે લોક સમસ્યા સાંભળી હતી.આમ તો શ્રી મેવાણીનો કાર્યક્રમ ભુજમાં આંબેડકર ભવન ખાતે યોજાયો હતો પરંતુ તે સ્થળ ભાજપના આગેવાનોના કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવ્યું હોવાથી તે સ્થળ ફાળવવાનો ઇન્કાર કરાયા બાદ શ્રી મેવાણીએ ભુજના સર્કીટ હાઉસ ખાતે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. શ્રી મેવાણીએ ભાજપ કિન્નાખોરી રાખી રહેલ હોવાનો આક્ષેપ કર્યો હતો અને નિર્ધારિત સ્થળ તેમને નહીં ફાળવવા બદલ રોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મેવાણી ભુજ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જેના ઉકેલ માટે શ્રી મેવાણીએ પુરતા પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે શ્રી મેવાણીએ જણાવ્યું હતું કે કચ્છ જીલ્લામાં અનુસુચિત જાતીના લોકોના ઘણાં પ્રશ્નો છે જેના ઉકેલ માટે આ સમાજના લોકો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા પછાત વર્ગના લોકોની સમસ્યા પર ધ્યાન અપાતું નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં ઔદ્યોગિક એકમો હોવા છતાં સ્થાનિક લોકોની બેરોજગારીનું પ્રમાણ વધારે છે.શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રમાં કોઈ સુધાર નથી, નર્મદાની નહેરની વાત તો દૂરની છે, હજુ રાપરથી અબડાસાના ગામડાં પાણી માટે તરસી રહ્યાં છે. ટેન્કર રાજ ખતમ થયું નથી. શિક્ષણનું ખાનગીકરણ કરાવા સહિતના કચ્છ એકતામંચ સંગઠનનું નિર્માણ કરી તમામ મુદ્દા વિધાનસભામાં ઉઠાવાશે.