કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભુજ સુધરાઇના ચુંટાયેલા સદસ્યોની આજે મળેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

કચ્છ

ભુજ સુધરાઇના ચુંટાયેલા સદસ્યોની આજે મળેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ભુજ સુધરાઇના ચુંટાયેલા સદસ્યોની આજે મળેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

2018-06-12 13:43:00

પ્રમુખ તરીકે શ્રી લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો. રામભાઇ ગઢવીની વરણી કરવામાં આવી

ભુજ સુધરાઇના ચુંટાયેલા સદસ્યોની આજે મળેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શ્રી લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો. રામભાઇ ગઢવીની વરણી કરવામાં આવી હતી. સુધરાઇના ગત ટર્મના પ્રમુખ શ્રી અશોકભાઇ હાથી અને ઉપપ્રમુખ શ્રીમતી સુશીલાબેન આચાર્યની મુદ્દત પુરી થતાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવા માટેની એક બેઠક ભુજ સુધરાઇના સભાખંડમાં મળી હતી જેમાં આ વરણી કરવામાં આવી હતી. આ પહેલા ભુજ ખાતે ભાજપના કાર્યાલય ખાતે ભાજપના ચુંટાયેલા સદસ્યોની બેઠક મળી હતી જેમાં નવા હોદ્દેદારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં શ્રી લતાબેન સોલંકી તથા ડો. રામ ગઢવીના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી ત્યાર બાદ સુધરાઇ ખાતે મળેલી બેઠકમાં આ અંગે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા પ્રમુખ શ્રી લતાબેન સોલંકીએ ભુજ શહેરના વિકાસ માટે જરુરી તમામ પગલા લેવાની જાહેરાત કરી હતી. તેમણે લોકોની પ્રાથમિક સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાની પણ ખાત્રી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ સુધરાઇના વહિવટ બાબતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં જીલ્લા ભાજપ પર ખુબ જ પસ્તાળ પડી હતી ખાસ કરીને કચ્છ જીલ્લામાં ભુજ સુધરાઇનો ગેરવહીવટ અને કૌભાંડોની બદી તેમજ સામાન્ય નાગરીકની પરેશાની છેલ્લા અઢી વર્ષમાં ખુબ જ વધી જવા પામી હતી ત્યારે પ્રદેશ મોવડી મંડળ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે વહિવટ સુધરાવો પડશે જેના પડઘા આજે સુધરાઇના પ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણીમાં પડ્યા હતા અને જુના સદસ્યો માંથી એક પણ સદસ્યને રીપીટ કરવામાં આવેલ ન હતા.અને ચર્ચાઓની બહાર એકદમ નવા નામોને જ તક આપવામાં આવી હતી.