કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

શાળા કરતા ટ્યુશનનું મહત્વ વધી ગયું છે ત્યારે હાલમાં અનેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકો પણ ટ્યુશન કરાવતા હોવાની ફરીયાદો વ્યાપક બની

કચ્છ

2018-06-12 12:44:16

કચ્છ જીલ્લામાં આ પ્રકારે ખાનગી ટ્યુશન કરાવતા શિક્ષકો સામે પગલા લેવાની જીલ્લા માધ્યમિક શિક્ષણાધીકારી શ્રી વ્યાસે જાહેરાત કરી

શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને વિદ્યાર્થીઓ શાળામાં વ્યસ્ત બની ગયા છે. આજના જમાનામાં શાળા કરતા ટ્યુશનનું મહત્વ વધી ગયું છે ત્યારે હાલમાં અનેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકો પણ ટ્યુશન કરાવતા હોવાની ફરીયાદો વ્યાપક બની છે તેવામાં શિક્ષણ વિભાગે આવા શિક્ષકો સામે પગલા લેવાનું નક્કી કરેલ છે. કચ્છ જીલ્લામાં આ પ્રકારે ખાનગી ટ્યુશન કરાવતા શિક્ષકો સામે પગલા લેવાની જીલ્લા માધ્યમિક શિક્ષણાધીકારી શ્રી વ્યાસે જાહેરાત કરી છે. શ્રી વ્યાસના જણાવ્યા પ્રમાણે સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષકો ટ્યુશન કરાવી શકતા નથી તેવો સરકારનો નિયમ છે પરંતુ કચ્છ જીલ્લામાં આવા અનેક શિક્ષકો ટયુશન કરાવતા હોવાની ફરીયાદ ઉઠી રહી છે ત્યારે આવા શિક્ષકો સામે પગલા લેવામાં આવશે તેવી જાહેરાત કરતા તેમણે આ પ્રકારના શિક્ષકો સામે ફરીયાદ કરવા માટે આગળ આવવા વાલીઓને અપીલ કરી હતી. જીલ્લા માધ્યમિક શિક્ષણાધીકારી શ્રી વ્યાસે આ અંગે ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.