કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભુજ ખાતે રઘુવંશી સોશીયલ ગ્રુપ દ્વારા આોજીત શેઠીયા કપ ક્રિકેટ સ્પર્ધાનું સમાપન

કચ્છ

ભુજ ખાતે રઘુવંશી સોશીયલ ગ્રુપ દ્વારા આોજીત શેઠીયા કપ ક્રિકેટ સ્પર્ધાનું સમાપન

ભુજ ખાતે રઘુવંશી સોશીયલ ગ્રુપ દ્વારા આોજીત શેઠીયા કપ ક્રિકેટ સ્પર્ધાનું સમાપન

2018-06-12 12:42:05

વિજેતાઓને ઇનામો આપવા માટેનો એક સમારંભ ભુજ ખાતે રસીક કતીરા પાર્ટી પ્લોટ મધ્યે યોજાયો હતો

ભુજ ખાતે રઘુવંશી સોશીયલ ગ્રુપ દ્વારા આોજીત શેઠીયા કપ ક્રિકેટ સ્પર્ધાનું સમાપન થયેલ છે જેના વિજેતાઓને ઇનામો આપવા માટેનો એક સમારંભ ભુજ ખાતે રસીક કતીરા પાર્ટી પ્લોટ મધ્યે યોજાયો હતો જેમાં વિજેતા ટીમ તથા રનર્સ અપ ટીમને લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કિરણભાઇ ગણાત્રા, નવીનભાઇ આઇયા, દિપકભાઇ ઠક્કર તથા સતીષભાઇ શેઠીયાના હસ્તે ઇનામો અપાયા હતા. આ પ્રસંગે રધુવંશી સોશીયલ ગ્રુપના પ્રમુખ શ્રી હરેશ તન્ના ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી સમાજમાં સંઘ ભાવના મજબુત બને છે અને યુવાનો પણ સમાજની પ્રવૃતિમાં ભાગ લેવા થાય છે જે સમાજ માટે સારી વાત છે. આ પ્રસંગે સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.