કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

આજથી સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છ જીલ્લામાં પણ વેકેશન પુરું થતાં બાળકોની ચહલ પહલથી શાળાઓ ગાજી ઉઠી

કચ્છ

આજથી સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છ જીલ્લામાં પણ વેકેશન પુરું થતાં બાળકોની ચહલ પહલથી શાળાઓ ગાજી ઉઠી

આજથી સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છ જીલ્લામાં પણ વેકેશન પુરું થતાં બાળકોની ચહલ પહલથી શાળાઓ ગાજી ઉઠી

2018-06-11 13:28:06

નવા સત્રનો પ્રારંભ થવાથી પ્રથમ વખત શાળાએ જતાં બાળકોને મુકવા માટે તેમના વાલીઓ જાતે શાળા પર આવ્યા હતા અને પોતાના બાળકના જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો

આજથી સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છ જીલ્લામાં પણ વેકેશન પુરું થતાં બાળકોની ચહલ પહલથી શાળાઓ ગાજી ઉઠી છે. આજથી શાળાના નવા સત્રનો પ્રારંભ થયો છે અને ભુલકાઓના શોરબકોરથી શાળાઓ પર જતાં માર્ગો ગાજી ઉઠ્યા હતા. નવા સત્રનો પ્રારંભ થવાથી પ્રથમ વખત શાળાએ જતાં બાળકોને મુકવા માટે તેમના વાલીઓ જાતે શાળા પર આવ્યા હતા અને પોતાના બાળકના જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો. વ્હેલી સવારથી જ રિક્ષા તથા અન્ય વાહનોમાં ભરાઇને શાળાએ જતાં ભુલકાઓ પણ માર્ગમાં ઠેર ઠેર નજરે પડતા હતા. આજે શાળાઓમાં નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકાર આપવાના કાર્યક્રમો યોજાયા હતા. શિક્ષકોએ નવા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર આપ્યો હતો. હવે છ માસ સુધી સતત શાળાઓ ધમધમતી રહેશે અને વિદ્યાર્થીઓ પણ શાળા જીવનનો આનંદ માણતા રહેશે. ક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટેના એકેડેમિક કેલેન્ડર મુજબ ૧૧ જૂનથી પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૧૧૬ દિવસનું આ સત્ર ૪ નવેમ્બર-૨૦૧૮ સુધી ચાલશે. ત્યાર બાદ ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યાર બાદ ૨૬ નવેમ્બરથી ૧૩૧ દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૫ મે સુધી બીજુ શૈક્ષણિક સત્ર ચાલશે. ૬ મેથી ૯ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ વખતે ઉનાળું વેકેશન ૩૫ના બદલે ૪૨ દિવસનું રહ્યું હોવા છતાં નવા વર્ષમાં અભ્યાસના દિવસે ખૂટે નહીં તેનું પુરતું ધ્યાન રખાયું છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૨૪૬ દિવસનું શૈક્ષણિક કાર્ય થયું હતું. જેની સામે ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક સત્ર પ્રમાણે અભ્યાસના ૨૪૭ દિવસ નક્કી કરાયા છે.ભુજની શાળાના આચાર્યએ આ અંગે ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.