કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે સિટી ચેસ કલબ દ્વારા ઓપન કચ્છ ચેસ હરીફાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ

ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે સિટી ચેસ કલબ દ્વારા ઓપન કચ્છ ચેસ હરીફાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે સિટી ચેસ કલબ દ્વારા ઓપન કચ્છ ચેસ હરીફાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

2018-06-11 13:22:34

ભુજ, માંડવી અને ગાંધીધામ થી આવેલા 34 સ્પર્ધકો એ ખૂબજ ઉમંગભેર ભાગ લીધો હતો

ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે સિટી ચેસ કલબ દ્વારા ઓપન કચ્છ ચેસ હરીફાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંં ભુજ, માંડવી અને ગાંધીધામ થી આવેલા 34 સ્પર્ધકો એ ખૂબજ ઉમંગભેર ભાગ લીધો હતો.જેમાં અન્ડર 30 ની કેટેગરી મા ચેમ્પિયન મોનીક ગજ્જર બીજા નંબરે ગુરપ્રિત સાંધા અને કૃણાલ સોલંકી ત્રીજા નંબરે આવ્યા હતા.જ્યારે અન્ડર 13 કેટેગરી માં ચેમ્પિયન ચિંતવ પટેલ બીજા ક્રમાંકે અભિનવ કુમાર અને રુદ્ર સોલંકી ત્રીજા ક્રમાંકે આવ્યા હતા.જ્યારે અન્ડર 9 બેસ્ટ પ્લેયર દેવ વોરા બન્યા હતા.સ્પેશિયલ પ્રાઇઝ ભૂમિત ભાનુશાલી ના ભાગે આવ્યું હતું.ઇનામ વિતરણ માં ડિમ્પલ બેન પરમાર ,ઇલા બેન ડુડિયા, પાર્થભાઈ પાઠક ,મનીષભાઈ ઝીંઝુવાડિયા ના હસ્તે ફૂલ 7 વિજેતાઓને ટ્રોફીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.સ્પર્ધા માં કુલ 5 રાઉન્ડ રમાયા હતા. સર્વે સ્પર્ધકો ને પ્રમાણપત્ર અપાયા હતા.આયોજન માં પંકજ સોલંકી,વ્યોમ ઠક્કર રહ્યા હતા. સ્પર્ધા ના રેફરી દક્ષ ઠક્કર રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે નિયમિત ચેસ રમવાના અનેક ફાયદાઓ છે.છેલ્લાં એકાદ વર્ષ થી ચેસ રમતા વિદ્યાર્થીઓ ના રિઝલ્ટ માં 8 થી 15 ટકા નો વધારો થયો છે.