કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

કચ્છ જીલ્લાની વિવિધ સુધરાઇના હોદ્દેદારોની મુદ્દત પુરી થઇ રહી છે અને હવે નવા હોદ્દેદારોની વરણીની શરુઆત થઇ ગયેલ છે જેનો પ્રારંભ માંડવી સુધરાઇથી થયો

કચ્છ

કચ્છ જીલ્લાની વિવિધ સુધરાઇના હોદ્દેદારોની મુદ્દત પુરી થઇ રહી છે અને હવે નવા હોદ્દેદારોની વરણીની શરુઆત થઇ ગયેલ છે જેનો પ્રારંભ માંડવી સુધરાઇથી થયો

કચ્છ જીલ્લાની વિવિધ સુધરાઇના હોદ્દેદારોની મુદ્દત પુરી થઇ રહી છે અને હવે નવા હોદ્દેદારોની વરણીની શરુઆત થઇ ગયેલ છે જેનો પ્રારંભ માંડવી સુધરાઇથી થયો

2018-06-09 14:26:08

માંડવી સુધરાઇના નવા પ્રમુખ તરીકે શ્રી મેહુલભાઇ અભયકુમાર શાહની વરણી કરાઇ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે શ્રી ગીતાબેન ગોરની વરણી કરવામાં આવી

કચ્છ જીલ્લાની વિવિધ સુધરાઇના હોદ્દેદારોની મુદ્દત પુરી થઇ રહી છે અને હવે નવા હોદ્દેદારોની વરણીની શરુઆત થઇ ગયેલ છે જેનો પ્રારંભ માંડવી સુધરાઇથી થયો છે. આજે માંડવી સુધરાઇના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. માંડવી સુધરાઇના નવા પ્રમુખ તરીકે શ્રી મેહુલભાઇ અભયકુમાર શાહની વરણી કરાઇ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે શ્રી ગીતાબેન ગોરની વરણી કરવામાં આવી છે.માંડવી નગર સેવા સદનના નવા હોદ્દેદારોની વરણી કરવા માટે આજે માંડવી સુધરાઇના સભાખંડમાં ચુંટાયેલા તમામ સદસ્યોની બેઠક મળી હતી. જેમાં આ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે શ્રી મેહુલ અભયકુમાર શાહના નામની દરખાસ્ત મુકવામાં આવતા તમામ સદસ્યોએ તેને વધાવી લીધી હતી અને કોઇપણ જાતના વિરોધ વગર શ્રી મેહુલભાઇ શાહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપપ્રમુખ તરીકે શ્રી ગીતાબેન ગોરના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને પણ સૌ સદસ્યોએ એકી અવાજે વધાવી લીધી હતી. આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવે, શહેર ભાજપના પ્રમુક શ્રી નરેન્દ્રભાઇ પીઠડીયા તથા અન્ય આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. જેમણે શ્રી મેહુલ શાહ અને ગીતાબેન ગોરને અભીનંદન પાઠવ્યા હતા. પ્રમુખ તરીકે ચુંટાયેલા શ્રી મેહુલભાઇ શાહે પોતાની પ્રમુખ તરીકે વરણી થયા બાદ જણાવ્યું હતું કે માંડવી શહેરની પોતાની આગવી ઓળખ છે અને તે જગતભરમાં પ્રખ્યાત છે ત્યારે માંડવી શહેરના લોકોને સુધરાઇ તરફથી મળતી પાયાની સુવિધાઓ યોગ્ય રીતે મળતી રહે અને લોકોને પાયાની સુવિધા મેળવવામાં કોઇ તકલીફ ન પડે તેવા તેમના પ્રયાસો રહેશે. તેમણે ભાજપના મોવડીઓનો પણ પોતાની પસંદગી માટે આભાર માન્યો હતો.