કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

નૂપુર ડાન્સ એકેડેમીની બાળાઓએ રાષ્ટ્રિયસ્તરે યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં 17 એવોર્ડ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું

કચ્છ

નૂપુર ડાન્સ એકેડેમીની બાળાઓએ રાષ્ટ્રિયસ્તરે યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં 17 એવોર્ડ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું

નૂપુર ડાન્સ એકેડેમીની બાળાઓએ રાષ્ટ્રિયસ્તરે યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં 17 એવોર્ડ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું

2018-05-04 14:08:40

ઇન્ડિયન આર્ટ કલ્ચર સોસાયટી દ્વારા આયોજીત 5મી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી આવેલા 500થી વધુ કલાકારોએ 240 જેટલી પ્રસ્તુતિ આપી હતી

નૂપુર ડાન્સ એકેડેમીની બાળાઓએ રાષ્ટ્રિયસ્તરે યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં 17 એવોર્ડ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઇન્ડિયન આર્ટ કલ્ચર સોસાયટી દ્વારા આયોજીત 5મી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી આવેલા 500થી વધુ કલાકારોએ 240 જેટલી પ્રસ્તુતિ આપી હતી જેમાં એકેડેમીના કલાકારોને 17 એવોર્ડ મળ્યા હતા. 6ને પ્રથમ, 7ને દ્વિતિય, 2ને તૃતિય તેમજ 2ને સેક્રેટરી પુરસ્કાર એનાયત કરાયા હતા. સોલો શ્રેણીમાં જીલ સોરઠિયાને પ્રથમ તેમજ વૈશાલી સોલંકી અને જીયા ગોરસિયાને ડ્યુએટ શ્રેણીમાં પ્રથમ ઇનામ મળ્યું હતું તેમજ 4 સમૂહનૃત્યને પણ પહેલું ઇનામ મળ્યું હતું. સોલો શ્રેણીમાં મૈત્રી ગણાત્રા, દિયા ચૌહાણ, કૃપલ ત્રિવેદી તેમજ ડ્યુએટમાં ધરતી ગુંસાઇ, બંસરી સેંઘાણી, વૃત્તિ સોની, ખુશી ઝોટાને દ્વિતિય ઇનામ મળ્યું હતું. આ ઉપરાંત 2 સમૂહનૃત્યને બીજું ઇનામ તેમજ કેનીશા સુપેકર અને રાધિકા ટાંકને સેક્રેટરી એવોર્ડ મળ્યા હતા. સ્પર્ધામાં કથ્થક ગુરૂ નિલાંગી, પ્રિયંકા તેમજ રિતુજીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.