કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

ભુજના જાયન્ટસ ગ્રુપ દ્વારા ભુજ ખાતે અભય કલર લેબની બાજુમાં પાણીના પરબને પ્રારંભ કરવામાં આવ્યો

કચ્છ

ભુજના જાયન્ટસ ગ્રુપ દ્વારા ભુજ ખાતે અભય કલર લેબની બાજુમાં પાણીના પરબને પ્રારંભ કરવામાં આવ્યો

ભુજના જાયન્ટસ ગ્રુપ દ્વારા ભુજ ખાતે અભય કલર લેબની બાજુમાં પાણીના પરબને પ્રારંભ કરવામાં આવ્યો

2018-05-04 14:07:52

કાળઝાળ ઉનાળાની ગરમીમાં ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ માટે શરુ કરાયેલા આ પરબના માધ્યમથી તરસ્યા લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કરાયો હતો

ભુજના જાયન્ટસ ગ્રુપ દ્વારા ભુજ ખાતે અભય કલર લેબની બાજુમાં પાણીના પરબને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ ભહુજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. કાળઝાળ ઉનાળાની ગરમીમાં ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ માટે શરુ કરાયેલા આ પરબના માધ્યમથી તરસ્યા લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કરાયો હતો. પીવાના પાણીના આ પરબનું ભુજ વિભાગના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુધરાઇના પ્રમુખ શ્રી અશોક હાથી, સંસ્થાના પ્રમુખ શ્રી સર્વોદય અંતાણી, ઉપપ્રમુખ હેમંત ઠક્કર, લક્ષ્મણભાઇ માવાણી, ગંગારામભાઇ ચૌહાણ, શિવશંકર નાકર, શૈલેન્દ્રભાઇ રાવલ, વિનોદભાઇ પટેલ, મીનાબેન વાઘમશી, પ્રકાશભાઇ, ભુપેન્દ્ર મહેતા, નૈષદ મહેતા, અથોસભાઇ માંડલીયા વગેરે ઉપસ્થીત રહ્યા હતા.લાયન્સના શ્રી ભરતભાઇ મહેતા, દિલ્શાદબેન ખોજા, અલ્પાબેન પટેલ વગેરે પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. તમામ મહાનુભાવોના હસ્તે આ પાણીના પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપના અગ્રણીએ ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.