કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

કચ્છ જીલ્લાના ગાંધીધામના રેલ્વે સ્ટેશનને દેશના સૌથી સુંદર રેલ્વે સ્ટેશનોમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું

કચ્છ

કચ્છ જીલ્લાના ગાંધીધામના રેલ્વે સ્ટેશનને દેશના સૌથી સુંદર રેલ્વે સ્ટેશનોમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું

કચ્છ જીલ્લાના ગાંધીધામના રેલ્વે સ્ટેશનને દેશના સૌથી સુંદર રેલ્વે સ્ટેશનોમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું

2018-05-04 14:04:35

સૌથી સુંદર રેલવે સ્ટેશનને લઈ કરવામાં આવેલા એક સર્વેમાં મહારાષ્ટ્ર ના બલ્લારશાહ અને ચંદ્રપુર રેલવે સ્ટેશનોએ રેલવેની સૌદર્ય સ્પર્ધામાં પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યુ

કેટલાક સમયથી દેશમાં કયું સૌથી સુંદર રાજ્ય, કયુ સૌથી સ્વચ્છ શહેર આવી વાતોની જાણે સ્પર્ધાઓ ચાલી રહી છે. આવી સ્પર્ધાઓ રાજ્યને સુંદર બનાવવા અને સ્વચ્છ રાખવામાં મોટુ યોગદાન આપે છે. રેલવે પોતાની લેટ-લતિફી અને ગંદકીને લઈ ઘણું બદનામ રહ્યુ છે. એવામાં રેલ્વે માટે એક ખુશખબર છે.કચ્છ જીલ્લાના ગાંધીધામના રેલ્વે સ્ટેશનને દેશના સૌથી સુંદર રેલ્વે સ્ટેશનોમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. છેલ્લા કેટલાક સમયથી સૌથી સુંદર રેલવે સ્ટેશનને લઈ કરવામાં આવેલા એક સર્વેમાં મહારાષ્ટ્ર ના બલ્લારશાહ અને ચંદ્રપુર રેલવે સ્ટેશનોએ રેલવેની સૌદર્ય સ્પર્ધામાં પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રેલ્વે મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી. મધ્ય રેલ્વેના નાગપુર મંડળે આ બંન્ને સ્ટેશનો પર તાડોદા રાષ્ટ્રીય ઉદ્યાન અને સ્થાનીય આદિવાસી કલાના આધારે કલરકામ,મુર્તિઓ અને ભિત્ત ચિત્રો લગાવીને સજાવ્યુ છે.મધ્ય રેલ્વેના મુખ્ય પ્રવક્તા સુનીલ ઉદાસીએ કહ્યુ કે, આ સ્પર્ધામાં બીજા સ્થાન પર બિહારનું મધુબની સ્ટેશન છે. સ્થાનિક કલાકારોએ આખા સ્ટેશનને સ્થાનિક મધુબની પેંઈન્ટિંગ કરીને સજાવ્યુ છે. થોડા દિવસો પહેલા મધુબનીના કલાકારો દ્વારા બનાવવામાં આવેલી પેઈન્ટિંગનો એક વીડિયો વાયરલ થયો હતો જેમા ત્યાના સ્થાનિક અને વર્લ્ડ ક્લાસ કલાકારોએ આખા સ્ટેશનને નવુ રંગરૂપ આપ્યુ. ત્યા તમિલનાડુ ના મદુરઈ સ્ટેશનને પણ બીજું સ્થાન મળ્યુ છેત્રીજો પુરસ્કાર સંયુક્ત રીતે ગુજરાતના ગાંધીધામ, રાજસ્થાનના કોટા અને તેલંગાણાંના સિકંદરાબાદ સ્ટેશનોને મળ્યો છે. કોટા સ્ટેશન પર કોટા-બુંદી પરંપરાની પેઈન્ટિંગ બનાવાઈ છે, જે રાજસ્થાનના રાજસ્વી ઈતિહાસની યાદ અપાવે છે. આ પેઈન્ટિંગમાં શિકારથી લઈ કોર્ટરૂમ સાથે સાથે શાહી જુલુસ તમામને સુંદરતાથી દર્શાવવામાં આવ્યા છે.પહેલા સ્થાન પર રહેલા વિજેતાને 10 લાખ રૂપિયા, બીજા સ્થાન પર રહેલા વિજેતા ને 5 લાખ રૂપિયા અને ત્રીજા સ્થાન પર રહેલા વિજેતાઓને 3 લાખ રૂપિયા પુરસ્કારમાં આપવામાં આવશે. સ્પર્ધા માટે 11 ક્ષેત્રીય રેલવે થી 62 સ્ટેશનોના નામ આવ્યા હતા.