કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી રવિવારે કચ્છ સરહદે ઐતિહાસિક ભેળિયાબેડ હનુમાન મંદિરની શિલાન્યાસ વિધીમાં જોડાશે

કચ્છ

2018-05-03 14:31:00

કચ્છની મુલાકાતે આવી રહેલા સીએમ કચ્છમાં વિવિધ ચાર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી રવિવારે કચ્છ સરહદે ઐતિહાસિક ભેળિયાબેડ હનુમાન મંદિરની શિલાન્યાસ વિધીમાં જોડાશે. કચ્છની મુલાકાતે આવી રહેલા સીએમ કચ્છમાં વિવિધ ચાર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કચ્છ સરહદે બીએસએફ હસ્તકના પ્રતિબંધિત વિસ્તારમાં ભેળિયાબેડ ખાતે હનુમાન મંદિર આવેલું છે. જવાનો માટે ભારે આસ્થાના આ મંદિરમાં અત્યાર સુધી નાની દેરીમાં મુર્તિની પુજા થતી હતી. 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનના જીતતલાઈ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરની મુર્તિ જવાનો ભારત લઈ આવ્યા હતા અને ભેળિયાબેડ ખાતે મુર્તિ સ્થાપિત કરાઈ હતી.થોડા સમય પહેલા ભૂજ સ્વામીનારાયણ મંદિરના મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ દાસજીએ આ મંદિરની મુલાકાત લીધી હતી. અને દર્શન બાદ હનુમાનજી દેરીને મંદિરનું સ્વરૂપ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને પગલે ભૂજ સ્વામીનારાયણ મંદિર સંસ્થાન દ્વારા તે માટેની પ્રકિયા હાથ ધરાઈ હતી. મંજુરી સહિતની પ્રકિયા બાદ રવિવાર 6 મેના દિવસે સીએણ વિજય રૂપાણી , મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદદાસજી, ભૂજ મંદિરના મંહત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે શિલાન્યાસ વિધિ કરાશે.