કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

અબડાસામાં આ વર્ષે 21 હજારથી વધુ ક્વિન્ટલ ઘંઉનું 3 કરોડ 65 લાખ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી

કચ્છ

અબડાસામાં આ વર્ષે 21 હજારથી વધુ ક્વિન્ટલ ઘંઉનું 3 કરોડ 65 લાખ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી

અબડાસામાં આ વર્ષે 21 હજારથી વધુ ક્વિન્ટલ ઘંઉનું 3 કરોડ 65 લાખ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી

2018-05-03 14:29:55

રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કરાતા 331 જેટલા ખેડુતોએ તેને સારો પ્રતિસાદ

અબડાસામાં આ વર્ષે 21 હજારથી વધુ ક્વિન્ટલ ઘંઉનું 3 કરોડ 65 લાખ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કરાતા 331 જેટલા ખેડુતોએ તેને સારો પ્રતિસાદ આપ્યો છે. કચ્છના કોઠારા ખાતે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પ્રતિ ક્વિન્ટલના 1735 રૂપિયાના ટેકાના ભાવે ઘઉં ખરીદ કરવાનું ચાલુ છે. જેમાં અત્યાર સુધી 600 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી 400 જેટલા ખેડૂતોના ઘઉં ખરીદાઇ ગયા છે, જ્યારે હજી પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. અત્યાર સુધી 331 જેટલા ખેડૂતોના 21,040 ક્વિન્ટલ 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે 3 કરોડ અને 65 લાખના ઘઉંની ખરીદી થઇ ગઈ છે. આગામી 31મી મે સુધી આ ખરીદ કેન્દ્ર કાર્યરત રહેશે અને ત્યારપછી પણ જો સારો પ્રતિસાદ મળશે અને માગણી આવશે તો 15 દિવસ જેટલો ઘઉં ખરીદ કરવાના ટાઇમમાં વધારો કરવામાં આવશે.