કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

માર્ગ અકસ્માતોને અટકાવવા માટે વાહન ચાલકોને ટ્રાફીકના નિયમો અંગેની જાણકારી આપવા અને તે અંગે જાગૃતિ કેળવવાના આશયથી યોજાયેલ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું સમાપન થયું હતું

કચ્છ

2018-05-01 14:29:03

પોલીસ કર્મચારીઓની સાથે 108ના સ્ટાફ, રોટરી ક્લબ અને આરટીઓના કર્મચારીઓ દ્વારા ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો

માર્ગ અકસ્માતોને અટકાવવા માટે વાહન ચાલકોને ટ્રાફીકના નિયમો અંગેની જાણકારી આપવા અને તે અંગે જાગૃતિ કેળવવાના આશયથી યોજાયેલ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું સમાપન થયું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓની સાથે 108ના સ્ટાફ, રોટરી ક્લબ અને આરટીઓના કર્મચારીઓ દ્વારા ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો. તમામ કર્મચારીઓની સાથે અન્ય આગેવાનોએ કેન્ડલ સળગાવીને અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓએ બેનરો મારફતે લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા સંદેશ પાઠવ્યો હતો અને નિયમ પાલન અંગે પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં ડીવાયએસપી જે.કે. જાયસ્વાલ, એલઆઇબીના પી.આઇ. શ્રી બી. આર. ડાંગર, જીલ્લા ટ્રાફીક પીએસઆઇ શ્રી જે.એમ. જાડેજા, ટ્રક ઓનર્સ એશોશીએશનના પ્રમુખ ડો. નવઘણ આહિર વગેરે જોડાયા હતા.