કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવી અને માંડવી પોલીસના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં રુકમાવતી કોઝવે પાસે 29માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

કચ્છ

2018-05-01 14:28:14

શ્રી યોગેશભાઇ મહેતા તથા જાયન્ટસ ગ્રુપના સભ્યોએ રુકમાવતી કોઝવે પરથી પસાર થતાં વાહનો પર પીલા અને લાલ સ્ટીકર લગાવી કાળું ટપકું કરી ટ્રાફીકના નિયમોની સમજણ આપતી પત્રીકાઓનું વિતરણ કર્યું હતું

જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવી અને માંડવી પોલીસના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં રુકમાવતી કોઝવે પાસે 29માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ હતી. માંડવીના પી.આઇ. શ્રી ગામેતીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસના સ્ટાફ અને જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ શ્રી યોગેશભાઇ ત્રીવેદી, ઉપપ્રમુખ શ્રી દીનેશભાઇ શાહ, મંત્રી શ્રી યોગેશભાઇ મહેતા તથા જાયન્ટસ ગ્રુપના સભ્યોએ રુકમાવતી કોઝવે પરથી પસાર થતાં વાહનો પર પીલા અને લાલ સ્ટીકર લગાવી કાળું ટપકું કરી ટ્રાફીકના નિયમોની સમજણ આપતી પત્રીકાઓનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યમાં જાયન્ટસ પરીવારના યોગેશભાઇ ત્રીવેદી, દિનેશભાઇ શાહ, યોગેશભાઇ મહેતા, દિપકભાઇ સોની, રાજુભાઇ સોની, ઇશ્વરભાઇ ગણાત્રા, ડી.કે. પંચાલ, પરેશભાઇ સોની, હિંમતસિંહ જાડેજા, વસંતભાઇ ગોસ્વામી, અમીતભાઇ સોની, પરેશભાઇ અઘેરા જોડાયા હતા. જ્યારે પીઆઇ શ્રી એમ.આર.ગામેતી સાથે ટ્રાફીક પોલીસના સર્વ શ્રી બી.આઇ. રાણા, રમેશભાઇ ચૌધરી, કિસ્મતભાઇ દેસાઇ, નયનભાઇ શિરોખા, ધીરેનભાઇ ગોસ્વામી, તપનભાઇ વૈદ્ય, સુરુભા જાડેજા અને મહાવીરસિંહ જાડેજા જોડાયા હતા.