કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

માંડવી ખાતે છેલ્લા 51 વર્ષોથી જીવદયા, લોકસેવા અને શિક્ષણ સેવાના ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી સેવા મંડળની નવ સંસ્કરણ થયેલી મેડીકલ વ્યવસ્થાનું લોકાર્પણ કરાયુ

કચ્છ

2018-05-01 14:27:10

માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ કાર્યક્રમ શરુ કરાયો હતો

માંડવી ખાતે છેલ્લા 51 વર્ષોથી જીવદયા, લોકસેવા અને શિક્ષણ સેવાના ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી સેવા મંડળની નવ સંસ્કરણ થયેલી મેડીકલ વ્યવસ્થાનું લોકાર્પણ કરાયુ ંહતું. નુતન મેડીકલ વ્યવસ્થાનું લોકાર્પણ કરતા માંડવી મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજાના સુપુત્ર અને ભચાઉ નગર સેવા સદનના પ્રમુખ શ્રી કુલદીંપસિંહ જાડેજાએ સેવા મંડળની 51 વર્ષથી ચાલતી અવિરત સેવા પ્રવૃતિઓને બીરદાવી જરુરી તમામ મદદ પુરી પાડવાની ખાત્રી આપી હતી. માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ કાર્યક્રમ શરુ કરાયો હતો. આ પ્રસંગે હરિપ્રભા સાર્વજનીક દવાખાનાની તકતીનું અનાવરણ દાતા સ્રી નીતીનભાઇ હરીલાલ શાહ, ભુજવાળાના વરદ હસ્તે કરાયું હતું. જ્યારે માનવ મંદિરની તકતીનું અનાવરણ શિલાબેન રાજુભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સેવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે સંસ્થા દ્વારા દાતાઓ અને આગેવાનોનું શાલ તથા મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે મેડીકલ વ્યવસ્થાનું નવ સંસ્કરણ કરનાર ઇન્જીનીયર શ્રી ધર્મેનભાઇ શાહ, કોન્ટ્રાકટ2 કાનજીભાઇ મહેશ્વરી, સુથાર શ્રી પ્રવીણભાઇ મીસ્ત્રી અને કલરકામ કરનાર શ્રી ભરતભાઇ ગઢવીનું સન્માન સેવા મંડળના ટ્રસ્ટીઓ અને કર્મયોગી દિપકભાઇ સોનીના હસ્તે કરાયું હતું જ્યારે સામાજીક અગ્રણી અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી દીનેશભાઇ મણીલાલ શાહનું સેવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ શાહ તથા ટ્રસ્ટી શ્રી ચંદ્રસેનભાઇ શાહના હસ્તે શાલ ઓઢાડી મોતીની માળા પહેરાવી, મોમેન્ટો અર્પણ કરીને કરાયું હતું.