કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

આજે વિશ્વ કામદાર દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી

કચ્છ

આજે વિશ્વ કામદાર દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી

આજે વિશ્વ કામદાર દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી

2018-05-01 14:24:57

આજના દિને કર્મચારી નેતા અને કચ્છ જીલ્લા મજદુર વિકાસ મંચના જીલ્લા પ્રમુખ શ્રી દર્શક અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું

આજે વિશ્વ કામદાર દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મજુરોને સરકારી યોજનાઓની માહિતિ આપીને તેમને સરકાર તરફથી મળતા લાભોથી માહિતગાર કરાયા હતા. કચ્છ જીલ્લા મજદુર વિકાસ મંચલના ઉપક્રમે જાણીતા મજુક કાયદાના સલાહકાર અને ધારાશાસ્ત્રી યોગેશ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ માહિતિ અપાઇ હતી. આજના દિને કર્મચારી નેતા અને કચ્છ જીલ્લા મજદુર વિકાસ મંચના જીલ્લા પ્રમુખ શ્રી દર્શક અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું. આજના દિને શ્રમિકોને સરકારની કલ્યાણકારી યોજના, બાંધકામ શ્રમીક કલ્યાણ બોર્ડ અન્નપુર્ણા યોજના, અકસ્માત વિમા યોજના, પ્રવાસી મજુરો માટે રૈન બસેરા યોજના જેવી અનેક યોજનાઓ અંગે ધારાશાસ્ત્રી યોગેશ મહેતાએ જાણકારી આપી હતી. આજના દિને કચ્છ જીલ્લા મજદુર વિકાસ મંચ દ્વારા રોજંદરોના તા.1-4-2018થી લઘુતમ વેતનધારાના અમલીકરણ માટે ઝુંબેશ શરુ કરાઇ છે. વિવિધ તંત્ર સાથે અમલવારી માટે પત્ર વ્યવહાર કરાયો હતો. આજના દિને ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, મુંદરા અને રાપર વિસ્તાર તેમજ ભુજના શહેરી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કામદારો એકત્ર થયા હતા અને ઉજવણી કરી હતી. દરમ્યાન આ પ્રસંગે તમામ કર્મચારીઓને છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મળે અને રોજંદારો કાયમી થાય, ઓવરટાઇમ શરુ થાય. રજાના દિવસે કામ કરનારને મહેનતાણું અપાય તેવી માંગ કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામદાર નેતા શ્રી દર્શક અંતાણીએ કર્યું હતું.