કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

આજે ભુજ સુધરાઇના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા

કચ્છ

આજે ભુજ સુધરાઇના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા

આજે ભુજ સુધરાઇના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા

2018-05-01 14:23:09

ભુજ સુધરાઇના સફાઇ કર્મચારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ભુજ સુધરાઇ દ્વારા હંગામી સફાઇ કામદારોના પગારમાં આ પ્રકારના ધાંધીયા કંઇ નવી વાત નથી

કચ્છ જીલ્લામાં વિવિધ સુધરાઇની આર્થિક હાલત કફોડી હોવાની વાત જુની થઇ ગયેલ છે ત્યારે ભુજ સુધરાઇ દ્વારા ચાલીસ કરતા પણ વધારે સમયથી પગારની ચુકવણી કરવામાં નહીં આવતા આજે ભુજ સુધરાઇના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા અને ભુજ સુધરાઇની કચેરી સમક્ષ દેખાવો યોજ્યા હતા. ભુજ સુધરાઇના સફાઇ કર્મચારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ભુજ સુધરાઇ દ્વારા હંગામી સફાઇ કામદારોના પગારમાં આ પ્રકારના ધાંધીયા કંઇ નવી વાત નથી. નાના વર્ગના સફાઇ કામદારોના ઘરોનું ગુજરાન પગાર પર ચાલે છે ત્યારે સમયસર પગાર નહીં થતાં સફાઇ કામદારોના ઘરને ચલાવવા મુશ્કેલ બની ગયા છે. આ અંગે અનેક વખત કરાયેલી રજુઆતોનુ કોઇ પરિણામ નહીં આવતા આખરે આજે ભુજ સુધરાઇના સફાઇ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને સુધરાઇની કચેરીના ગેટ પાસે દેખાવો યોજ્યા હતા જેના પગલે સુધરાઇમાં લોકોની અવર જવર પણ બંધ થઇ ગયેલ હતી. આવા સફાઇ કામદારોએ ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.