કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

વડોદરાના ગવાસંદ ગામે પત્ની અને માસુમ પુત્રની હત્યા બાદ પતિઅે પણ જીવ દીધો

રાજ્ય

વડોદરાના ગવાસંદ ગામે પત્ની અને માસુમ પુત્રની હત્યા બાદ પતિઅે પણ જીવ દીધો

વડોદરાના ગવાસંદ ગામે પત્ની અને માસુમ પુત્રની હત્યા બાદ પતિઅે પણ જીવ દીધો

2018-04-07 12:58:20

વડોદરામાં પ્રણયત્રિકોણની ઘટનામાં પૂર્વ પત્ની અને પુત્રની હત્યા બાદ પતિઅે પણ આત્મહત્યા કરી

વડોદરામાં પ્રણયત્રિકોણની ઘટનામાં પૂર્વ પત્ની અને પુત્રની હત્યા બાદ પતિઅે પણ આત્મહત્યા કરી લેતા આ બનાવથી ભારે અરેરાટી વ્‍યાપી ગઇ છે. વડોદરા જિલ્લાના પાદરાપાસેના ગવાસંદ ગામે મજૂરી કરતાં એક શ્રમિકે પોતના પૂર્વ પત્ની અને 5 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો. ગયા મહિને જ આ દંપતિ એકમેકની સંમતિથી અલગ થયું હતું. જે બાદ સપના માળીએ તેના પ્રેમી અરવિંદ માળી સાથે લગ્ન કર્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે, હરિકિશન ગૌડ અને સપનાએ 8 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને મધ્યપ્રદેશથી ગવાસંદમાં રહેવા આવ્યા. જો કે, સપના અને અરવિંદ એક ખાનગી કંપનીમાં સાથે કામ કરતાં કરતાં પ્રેમમાં પડ્યા. આ કારણે શરૂઆતમાં હરિકિશન અને સપના વચ્ચે ઝઘડો થયો પણ બાદમાં બંને સંમિતિથી છૂટા પડ્યા. 15 માર્ચે સપના અને હરિકિશને છૂટાછેડા લીધા અને બાદમાં તેણે અરવિંદ સાથે લગ્ન કર્યા. ગુરુવારે હરિકિશને સપનાને પોતાના ઘરેથી તેનો સામાન લઈ જવા માટે બોલાવી. જો કે, સપનાને બદલે અરવિંદ ત્યાં પહોંચ્યો. પરંતુ હરિકિશન ઘરે ન હોવાથી તેણે મોબાઈલ પર તેને ફોન કર્યા પણ કંઈ જવાબ ન મળ્યો. આ દરમિયાન જ હરિકિશન સપનાના ઘરે પહોંચ્યો અને સપના તેમજ તેમના પાંચ વર્ષના પુત્ર કરણનું ગળું કાપી હત્યા કરી નાખી. હત્યા બાદ પોતે પણ પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે, જ્યારે અરવિંદ ઘરે પરત ફર્યો ત્યારે કોઈએ દરવાજો ન ખોલ્યો. જ્યારે બારીમાંથી તેણે અંદર ડોકિયું કર્યું તો હરિકિશન પંખેથી લટકતો દેખાયો. અરવિંદે તાત્કાલિક પોલીસને બોલાવી, પોલીસે દરવાજો તોડ્યો અને અંદર 3 મૃતદેહ મળી આવ્યા. વડુ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરે એમ.કે.સ્વામીએ જણાવ્યું કે, “શક્ય છે કે હરિકિશન અને સપના સંમતિથી છૂટા પડ્યા હોવા છતાં હરિકિશન આ વાત સહન ન કરી શક્યો કે સપનાએ અરવિંદ સાથે લગ્ન કર્યા. અને એટલે જ તેણે માતા-પુત્રની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈ લીધો.” મહત્વનું છે કે હરિકિશન પહેલેથી જ પરણીત હતો અને તેની પત્ની મધ્યપ્રદેશમાં હતી. પરંતુ સપના સાથે પ્રેમ થતાં બંને લગ્ન કરીને પાદરા આવી ગયા.