કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

અમદાવાદની ૪૪ શાળાઓએ વિરોધ વચ્‍ચે ભારેખમ ફી વધારો કરાતા વિરોધ

રાજ્ય

અમદાવાદની ૪૪ શાળાઓએ વિરોધ વચ્‍ચે ભારેખમ ફી વધારો કરાતા વિરોધ

અમદાવાદની ૪૪ શાળાઓએ વિરોધ વચ્‍ચે ભારેખમ ફી વધારો કરાતા વિરોધ

2018-04-07 12:53:27

શિક્ષણ વિભાગ સરેઆમ લોકોને છેતરી રહ્યાં છે. પહેલાં ફી ઘટાડવાનું વચન આપ્યુ અને બાદમાં ફી વધારવામાં જરાં પણ પાછી પાની નથી થઇ રહીં

શિક્ષણ વિભાગ સરેઆમ લોકોને છેતરી રહ્યાં છે. પહેલાં ફી ઘટાડવાનું વચન આપ્યુ અને બાદમાં ફી વધારવામાં જરાં પણ પાછી પાની નથી થઇ રહીં. એટલું ઓછુ હોય તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ફી મુદ્દે હવે મીડિયા સામે બોલવાનું પણ ટાળે છે. શાળા સંચાલકોનાં દબાણમાં હોય કે પછી અન્ય કોઇ કારણ હોય તેમને આપેલાં વચનો તદ્દન ઠાલા જ સાબિત થઇ રહ્યાં છે. અને વાયદાઓ મૂરખ બનાવવાનાં સાધન હોય તેમ લાગે છે. કારણ કે જે પ્રમાણે નવાં વર્ષ માટેની ફીની જાહેરાત થઇ છે તે વાંચીને તમને આંચકો લાગવાનો છે. સૌથી પહેલાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જ્યારે જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે, તેઓ દરેક ફીને ત્રણ તબ્બકામાં વહેંચી દેશે. પ્રાથમિક શાળાની ફી હશે 15000 રૂપિયા, માધ્યમિક શાળાની ફી હશે 25000 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી હશે 27000 થશે. બીજી વખત ફીનાં માળખામાં ફેરફરા કરવામાં આવ્યા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી 27,000ની જગ્યાએ 30,000 રૂપિયા કરવામાં આવી. જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. શિક્ષણ મંત્રીનાં આદેશ મુજબ હાઇકોર્ટનાં નિવૃત જજની નિમણૂંક કરવાનો આદેશ કર્યો હતો. જે ચારેય ઝોન માટે ફી નક્કી કરવા બાબતે શાળા સંચાલકોએ જજની સલાહ સંમત્તી લેવી પડશે. જજની સંમત્તી સાથે રાજ્યની 44 શાળાઓની ફીનું લિસ્ટ જાહેર થયુ છે જેમાં 90% શાળાઓની ફિમાં શિક્ષણ મંત્રીએ જાહેર કરેલા માળખા મહત્તમ ફીનાં માળખાથી વધુની ફી નક્કી કરવામાં આવી છે. હવે આ તમામ તરકટ જોતા લાગે છે કે શાળાઓ અને સરકારની આ મીલીભગત સીવાય અન્ય કંઇ જ નથી. કારણ કે જ્યારે એક વખત સરકારે નક્કી કર્યુ કે તમામ શાળાની ફી એક રકમથી વધુ નહીં હોય તો તેમ છતાં રાજ્યની મોટાભાગની શાળાઓમાં ફીનો આંકડો ઘણો મોટો છે.