કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

આણંદમાં કોઈ પણ સમયે દૂધના પીણા અને ચોકલેટ મળશે

રાજ્ય

આણંદમાં કોઈ પણ સમયે દૂધના પીણા અને ચોકલેટ મળશે

આણંદમાં કોઈ પણ સમયે દૂધના પીણા અને ચોકલેટ મળશે

2018-04-07 12:48:46

અમૂલ એટીમઃ એનીટાઈમ મિલ્ક બેવરેજીસ અને ચોકલેટ!

એટીએમમાંથી ગમે તે સમયે કાર્ડનો ઉપયોગ કરીને નાણા ઉપાડી શકાય છે. તેવી જ રીતે હવે 'એની ટાઈમ મિલ્ક બેવરેજીસ એન્ડ ચોકલેટ'ના અભિગમ હેઠળ ગમે તે સમયે અમૂલ દૂધના પીણાં અને ચોકલેટ મેળવી શકાશે. દૂધની રાજધાની આણંદમાં અમૂલ ડેરીના પ્રવેશદ્વાર ખાતે સૌપ્રથમ અમૂલ બેવરેજીસ અને ચોકલેટ માટેનું વેન્ડીંગ મશીન પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવ્યું છે. જેમાં અમૂલ મિલ્ક બેવરેજીસમાં ફલેવર્ડ મિલ્ક, લસ્સી, સ્ટેમિના મિલ્ક, બટર મિલ્ક તેમજ વિવિધ પ્રકારની ચોકલેટ ગમે તે સમયે મેળવી શકાશે. હાલમાં અમૂલ ડેરી ખાતે પ્રાયોગિક ધોરણે મશીન મુકવામાં આવ્યું છે. હાલ આગામી દિવસલમાં યુનિવર્સીટી કેમ્પસ,જુદી જુદી ઈન્સ્ટીટ્યુટ ખાતે આ પ્રકારના મશીન મુકવામાં આવશે. આ અગાઉ પણ અમુલ મિલ્કના પાઉચ માટે એટીએમ મૂકવામાં આવ્યું હતું. મશીનમાં ચલણી નોટો અને સિક્કા બંનેનો વિકલ્પ વેન્ડીંગ મશીનમાં ડીસ્પ્લે કરવામાં આવેલી દરેક પ્રોડકટને કોડ નંબર અને તેની સામે કિંમત દર્શાવેલી છે. જેથી ગ્રાહકને જે પ્રોડકટ ખરીદવી હોય તેના કોડ નંબર અને કિંમતના આંક દબાવીને તે મુજબના પૈસા મશીનમાં નાંખતા તે પ્રોડકટ મશીનમાંથી બહાર આવે છે. એડવાન્સ સિસ્ટમ સાથે તૈયાર કરેલ મશીનમાં ચલણી નોટો અને સિક્કા બંનેનો વિકલ્પ છે.