કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

૧૭ કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો સ્કોટલેન્ડી મળી આવ્યા

દેશ

૧૭ કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો સ્કોટલેન્ડી મળી આવ્યા

૧૭ કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો સ્કોટલેન્ડી મળી આવ્યા

2018-04-04 14:26:24

ડઝન જેટલા છુટા પડી ગયેલા ફુટપ્રિન્ટ રિસર્ચરોએ ડ્રોન કેમેરાથી શોધી કાઢયા

લુપ્ત થઈ ગયેલા પ્રાણી ડાયનાસોરને આપણે માત્ર ફિલ્મો અને તસ્વીરોમાં જ જોયા છે. સૌપ્રથમવાર મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. ત્યારે હવે લંડનના સ્કોટલેન્ડમાંથી ડાયનોસોરના ડઝન જેટલા દુર્લભ ફુટપ્રિન્ટ મળી આવ્યા છે જે લગભગ ૧૭ કરોડ વર્ષ જૂના હોવાનો અંદાજ છે. જીયો સાયન્સ યુનિવર્સિટીના ડો.સ્ટીવે જણાવ્યું હતું કે, સ્કાયના ટાપુ પર વધુ તપાસ કરતા તેમને વધુ ફુટપ્રિન્ટ મળ્યા હતા. અવશેષો બે પ્રકારના ડાયનોસોરના છે જેમાં બ્રોન્તોસોરસના લાંબી ગરદન ધરાવતા પિતરાય છે તો બીજા ડાયનોસોર પિતરાય છે જે તીક્ષ્ણ દાંત ધરાવે છે. જયારે ગરમીનું પ્રમાણ વધી જતું ત્યારે તે ખારા પાણીના છીછરા સમુદ્રમાં સ્કોટલેન્ડમાં રહેતા હતા. મધ્ય જુરાસીક કાળના લુપ્ત યેલા પુરાવા, અભ્યાસ માટે ખૂબજ જરૂરી છે. જો કે ડાયનોસોરના ફુટપ્રિન્ટ કરોડો વર્ષ પહેલાના હોવાને કારણે તેના પર સંશોધન કરવું મુશ્કેલ બની રહ્યું છે પરંતુ રિસર્ચરોએ જુદા પડી ગયેલા ફુટપ્રિન્ટોને પણ ઓળખી કાઢવામાં સફળતા મેળવી છે. મહાકાય શરીર ધરાવતા ડાયનોસોરને માત્ર આપણે દંતકાઓ અને ઈન્ટરનેટ પર જ જોયા હશે ત્યારે દુર્લભ પ્રાણીના અવશેષો રિસર્ચરોની સિદ્ધિ છે. તેમણે ખાસ સોફટવેરની મદદી ડ્રોન કેમેરા વડે એક મેપ બનાવીને મોડલ તૈયાર કરી મિશનને સફળતા આપી હતી.