કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

સ્મિથ રડી પડ્યો, કહ્યું- જિંદગીભર ભૂલનો અફસોસ રહેશે

દેશ

સ્મિથ રડી પડ્યો, કહ્યું- જિંદગીભર ભૂલનો અફસોસ રહેશે

સ્મિથ રડી પડ્યો, કહ્યું- જિંદગીભર ભૂલનો અફસોસ રહેશે

2018-03-29 18:10:50

સ્મિથે કહ્યું કે, હું મારી ભૂલ માટે કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું

બોલ ટેમ્પરિંગ મામલે પાંચ દિવસ બાદ ગુરુવારે ડેવિડ વોર્નરે સાર્વજનિક રીતે માફી માંગી. વોર્નર બાદ હવે સ્ટીવ સ્મિથે પણ જાહેરમાં માફી માંગી છે. સ્મિથે કહ્યું કે, આ મોટી ભૂલ હતી, તેનું પરિણામ હવે સમજમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો બેન લગાવ્યો હતો. હવે તે આઈપીએલમાં પણ નહીં રમી શકે. પત્રકારો સાથે વાત કરતા-કરતા રડી પડ્યો સ્મિથ - પત્રકારો સાથે વાત કરતા-કરતા સ્મિથ રડી પડ્યો હતો. સ્મિથે કહ્યું કે, "હું મારી ભૂલ માટે કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું. જો બીજા માટે કોઈ દાખલો હોઈ શકે તો મને આશા છે કે હું પરિવર્તન માટે એક બળ હોઈ શકું છું." - સ્મિથે વધુમાં કહ્યું, "હું આશા વ્યક્ત કરું છું કે સમયની સાથે હું મારું આદર ફરી મેળવીશ. ક્રિકેટ દુનિયાની સૌથી મોટી ગેમ છે, તે મારું જીવન રહ્યું છે અને મને આશા છે કે તે ફરીથી થઈ શકે છે." - "હું આ ઘટનાની સમગ્ર જવાબદારી લઉં છું. હું બિલકુલ નિરાશ છું, આ મારા નેતૃત્વની નિષ્ફળતા છે. મેં ખોટા નિર્ણય લેવાની ગંભીર ભૂલ કરી છે." - સ્મિથે વધુમાંં કહ્યું કે, "સારા લોકો પણ ભૂલ કરે છે. મેં પણ મોટી ભૂલ કરી છે કે આ બધું થવા દીધું. મેં નિર્ણય લેવામાં મોટી ભૂલ કરી. હું શરમ અનુભવું છું અને દિલથી માફી માંગું છું. આશા છે કે હું આ નુકસાનની ભરપાઈ કરી શકું." ઓસ્ટ્રેલિયા પહોંચ્યો સ્મિથ, ફેન્સની માંગી માફી - ઓસ્ટ્રેલિયા પહોંચેલા સ્ટીવ સ્મિથે સિડની એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી. તેણે સમગ્ર દેશથી માફી માગતા કહ્યું કે, હું ટીમનો કેપ્ટન હતો, જે કંઈ પણ થયું તેની સમગ્ર જવાબદારી હું લઉં છું. - પત્રકારો સાથે વાત કરતા સ્મિથ રોવા લાગ્યા. તેઓએ કહ્યું, હું ખૂબ જ દુઃખી છું, મેં સમગ્ર ઓસ્ટ્રેલિયાને દુઃખી કર્યું.